Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

દરેડ જીઆઈડીસીના મજૂરોને જાયવા પાસેના 'અકિલા' ના ફાર્મહાઉસમાં આશરોઃ રાતવાસો કરાવી ચા પાણી નાસ્તો અને બપોરે ભોજન કરાવ્યું

મોડીરાત્રે કોઈ ટ્રક ભરીને મજૂરોને ઉતારી ગયું : બાળકોને ચા દૂધ બિસ્કિટ આપ્યાઃ રાતવાસો કરાવી તમામનું આશરા સાથે આતિથ્ય

રાજકોટ,તા.૩: જામનગર નજીક ધ્રોલ પાસે આવેલ જાયવા નજીકના અકિલાના ફાર્મ હાઉસ શીતલવન ગૌશાળા પાસે બે દિવસ પહેલા મોડીરાત્રે ૧૨ વાગ્યા આસપાસ ૭૦ થી ૮૦ જેટલા પરપ્રાંતીય મજુર પરિવારને ઉતારી ગયો હતો જામનગરની બાજુમાં આવેલ દરેડ જીઆઈડીસીમાં કામ કરતા આ તમામ મજૂરોને પરિવાર સાથે અકિલાના ફાર્મહાઉસમાં આશરો આપ્યો હતો.

બાળકોને ચા દૂધ અને બિસ્કિટનો નાસ્તો કરાવી તમામને રાતવાસો કરાવી સવારેઃ નાસ્તો આપ્યો હતો અને બપોરે સૌને ખીચડી ,ગાંઠિયા ગુંદી સહિતનું ભોજન કરાવ્યું હતું. દરમિયાન જાયવા ગામના સેવાભાવી સરપંચ ફિરોઝભાઈ કાસમભાઈ,વિજયસિંહ જાડેજા,જેન્તીભાઇ પટેલ,જીવાભાઈ ઝાલા અને ગ્રામજનોએ પણ આતિથ્યભાવનું ઉદાહરણ આપ્યું હતું.

ધ્રોલ પ્રાંતને જાણ થતા તમામને ફરીથી દરેડ જીઆઇડીસી ખાતે પરત મોકલી દીધા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(11:24 am IST)