Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

કોઠારીયા સોલવન્ટ મછોનગરમાં ભાવેશ, તેના પત્નિ અને સાળા પર હુમલોઃ રિક્ષામાં તોડફોડ

નશાખોરોએ રિક્ષામાં બાઇક અથડાવ્યું પછી ખર્ચો માંગી ડખ્ખો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૩: કોઠારીયા સોલવન્ટ પાસે મછોનગરમાં રહેતાં ભાવેશ મનસુખગીરી ગોસ્વામી (ઉ.વ.૨૬), તેની પત્નિ સંગીતા (ઉ.વ.૨૪) અને સાળા દશરથ ધનજીભાઇ પર અજાણ્યા શખ્સોએ રાતે દસેક વાગ્યે હુમલો કરી ઢીકાપાટુનો અને પાઇપથી માર મારતાં ત્રણેયએ સારવાર લીધી હતી. જેમાં સંગીતા ભાવેશને દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. ભાવેશના કહેવા મુજબ તે રિક્ષાચાલક છે. રાતે પોતે, પત્નિ અને સાળો રિક્ષા લઇને જતાં હતાં ત્યારે અજાણ્યા શખ્સોએ બાઇક રિક્ષા સાથે અથડાવ્યું હતું અને બાદમાં બાઇકમાં નુકસાન થયું છે...તેમ કહી ખર્ચાના પૈસા માંગી ઝઘડો કરી હુમલો કર્યો હતો. આ શખ્સો નશો કરેલી હાલતમાં હોવાનો આક્ષેપ ભાવેશે કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:35 pm IST)
  • ઝાયડસની વેકિસન મેના અંત સુધીમાં મળવા લાગશે : ઝાયડસ કેડીલાની કોરોના વેકસીન મે મહિનાના અંત સુધીમાં મળતી થઇ જશે.! ડો. એન.કે.અરોરા, ન્‍યુઝફર્સ્‍ટ access_time 11:01 am IST

  • તેલંગણાની પાવર ગ્રીડ ઉપર ચીનનો સાયબર અટેક : તેલંગણા સરકારે કહ્નાં છે કે ચીન દ્વારા તેલંગણાની પાવર ગ્રીડ અને સપ્લાય (વીજ પુરવઠો અને વીજ ગ્રીડ) ઉપર ચીને સાયબર અટેક કર્યો છે જે નિષ્ફળ બનાવવામાં આવ્યો છે access_time 1:29 pm IST

  • રાજકોટમાં ૩૫ ડીગ્રી : રાજકોટ શહેરમાં ગરમીમાં દિનપ્રતિદીન વધારો થઈ રહયો છે : સાંજ સુધીમાં મહતમ તાપમાનમાં હજુ એકાદ ડીગ્રીનો વધારો સંભવ છે access_time 3:44 pm IST