Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

HCG હોસ્પીટલ રાજકોટની અનેરી સિદ્ધિઃ ૬૦૦ દિવસમાં ૧૫૦૦ જોઈન્ટ રીપ્લેસમેન્ટની સફળ સર્જરી થઈ

૩ડી ટેકનીક ખૂબ અસરકારક... દરરોજ ૩ ઓપરેશન કરતા રીપ્લેસમેન્ટ સર્જન ડો. દવે - ડો. સરડવા સહિતની ટીમ

રાજકોટ, તા. ૩ :. શહેરની એચસીજી હોસ્પીટલમાં તબીબી ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા ૬૦૦ દિવસોથી એચસીજી હોસ્પીટલ રાજકોટ ખાતે જોઈન્ટ રીપ્લેસમેન્ટની ૧૫૦૦થી વધારે સફળ સર્જરી થયેલ છે. એચસીજી ખાતે અદ્યતન સુવિધાઓ કલાસ ૧૦૦ મોડયુલર ઓપરેશન થિયેટર હેપા ફિલ્ટર સાથે અનુભવી ડોકટરની ટીમ ઉપલબ્ધ છે. એચસીજી હોસ્પીટલ ખાતે ઘુંટણના દર્દીઓ માટે સંપૂર્ણ સારવાર ઘુંટણ પ્રીઝર્વેશન સર્જરી, અડધો સાંધો બદલવાની સર્જરી, આખો સાંધો બદલવાની સર્જરી સહિતની સર્જરી કરવામાં આવે છે.

એચસીજી હોસ્પીટલ ખાતે પત્રકાર મિલનમાં જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જન ડો. મિત્તલ દવેએ જણાવ્યુ હતુ કે અને ઘુંટણની પ્રત્યારોપણની સર્જરીની લેટેસ્ટ પદ્ધતિને અનુસરી છીએ. આ તકનીકની મદદથી અમે સર્જરી પહેલા દરેક દર્દીઓની ઘુંટણની વિગતો જોઈ શકીએ છીએ. શ્રેષ્ઠ ફીટ ઈમ્પલાન્ટની પસંદગી kne3wiz દ્વારા કરવામાં આવે છે. ઘુંટણની શસ્ત્રક્રિયા સફળતા સાથે કરી શકાય છે.

એચસીજી હોસ્પીટલના જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જન ડો. અચલ સરડવાએ જણાવ્યુ હતુ કે કોમ્પ્યુટર પર ઓપરેશન પહેલા પ્લાનીંગ કરી શકીએ છીએ. સર્જરી સરળ બને છે કારણ કે આપણે ચોક્કસ ઘુંટણ માટે શ્રેષ્ઠ ફીટ ઈમ્પ્લાન્ટ જાણીએ છીએ અને તેમા કોઈ અનુમાન કાર્ય સામેલ નથી.આ પ્રસંગની માહિતી આપવા એચસીજી  ગ્રુપના રીજીયોનલ ડાયરેકટર ડો. ભરત ગઢવી ઓનલાઈન ઉપસ્થિત રહીને જણાવ્યુ હતુ કે ૩ડી ઘુંટણની રીપ્લેસમેન્ટના લોકાર્પણ નિમિતે એચસીજી રાજકોટ ખાતે દરરોજ ૩ ઘુંટણની બદલી સર્જરી કરવામાં આવે છે. અમે આ નવી ૩ડી ટેકનીકમાં ખૂબ જ આશાવાદી છીએ નજીકના ભવિષ્યમાં જોઈન્ટ રીપ્લેસમેન્ટ અકસ્માત અને રમતની ઈજામાં વધુ તકનીકી વૃદ્ધી પામનારા પ્લેટફોર્મ સાથે કાર્ય કરીશું.

પત્રકાર પરીષદનું આયોજન સ્પર્શ કોન્સન્ટના ડાયરેકટર શ્રી અમીતભાઈ દોશીએ કરેલ.

(4:13 pm IST)