Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

આજ બપોર સુધીમાં ૨૧૭૮ શહેરીજનોએ લીધી વેકસીન

બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કામાં ૧૨૯, પ્રથમ તબક્કાના બીજા ડોઝમાં ૩૯૭, ૬૦ વર્ષથી મોટી ઉંમરના ૧૪૮૩ અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા ૧૬૯ લોકો સહિત કુલ ૨૧૭૮ નાગરિકોએ રસી લીધી

અંજલીબેનની પ્રેરણાથી રસીકરણ :  ત્રીજા તબક્કામાં કોરોના સામે રક્ષણ આપતી વેકસીન શ્રીમતી અંજલીબેન રૂપાણીની પ્રેરણાથી મ.ન.પા.નાં પુર્વ ડે.સેક્રેટરી અને પી.એ ટુ મેયર કનુભાઇ હીંડોચા તથા પુર્વ ઇન્ચાર્જ સેક્રેટરી મહેશભાઇ ભટ્ટે શ્રી સત્યસાંઇ હોસ્પિટલ ખાતે મુકાવી  હતી.તે વખતની તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ,તા. ૩: કેન્દ્ર સરકારશ્રી અને રાજય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં ગઈકાલથી શહેરની ૨૪ સરકારી અને ૧૪ ખાનગી હોસ્પિટલો એમ કુલ ૩૮ હોસ્પિટલોમાં કોરોના સામેની રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. જેમાં શહેરના ૬૦ વર્ષથી મોટી ઉમરના ધરાવતા અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા લોકોનો કોરોના સામેની રસી લેવા અંગેનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ – કર્મચારીઓએ કોરોના રસીનો પ્રથમ તબક્કાનો બીજો ડોઝ લીધો હતો. આજે બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કામાં ૧૨૯, પ્રથમ તબક્કાના બીજા ડોઝમાં ૩૯૭, ૬૦ વર્ષથી મોટી ઉંમરના ૧૪૮૩ અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા ૧૬૯ લોકો સહિત કુલ ૨૧૭૮ નાગરિકોએ રસી લીધી

કોરોના રસી લેવા માટે ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા (તા. ૦૧.૦૧.૨૦૨૨ સ્થિતિએ) તથા ૪૫થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા (ઉંમર-૦૧.૦૧.૨૦૨૨ સ્થિતિએ અને બીમારી અંગેનું રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકટીસનર નું પ્રમાણપત્ર) નાગરિકોને રસી આપવામાં આવશે. તબક્કાવાર સરકારી દવાખાના, CGHS તથા PMJAY/MA yojana અંતર્ગતની ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવે છે. સરકારી દવાખાનામાં રસી વિનામુલ્યે આપવામાં આવે છે, જયારે ખાનગી હોસ્પિટલોમાં રૂ. ૧૦૦/- વહીવટી ખર્ચ અને રૂ. ૧૫૦/- રસીની કિંમત લાભાર્થી પાસેથી લેવામાં આવશે.

(4:12 pm IST)