Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

શહેરમાં નવા ૧૮ કેસ

રાજકોટ, તા.૩:  વૈશ્વિક મહામારી કોરોનાનાં શહેરમાં બપોર સુધીમાં ૧૮  કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૮  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૬,૨૭૬ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૫,૮૯૬ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૭.૭૭ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૧૩૪૮ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૪૫ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૩૪  ટકા થયો  હતો. જયારે ૨૯ દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫,૯૯,૧૬૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૬,૨૭૬ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૭૧ ટકા થયો છે.

(4:11 pm IST)