Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

કાલે બે-શુક્રવારે ત્રણ વોર્ડ રહેશે તરસ્યા

ગુરૂવારે ગુરૂકુળ હેડ વર્કસ હેઠળનાં વોર્ડ નં. ૭ અને ૧૩ અને તા.૫નાં ઢેબર રોડનાં વોર્ડ નં.૭,૧૪,૧૭નાં અડધા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે

રાજકોટ,તા.૩: શહેરનાં ગોંડલ રોડ નવો બાયપાસે વાલ્વ મુકવાની કામગીરીને કારણે આવતીકાલે વોર્ડ નં.૭ અને ૧૩નાં અડધા વિસ્તારો તથા તા.૫નાં શુક્રવારે વોર્ડ નં.૭,૧૪,૧૭નાં અડધા વિસ્તરોમાં પાણી વિતરણ બંધ રાખવાની સતાવાર જાહેરાત મ.ન.પા.નાં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવી છે.આ અંગે વોટર વર્કસ શાખાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકાના વોટર વર્કસ સેન્ટ્રલ ઝોન અંતર્ગત ગુરૂકુલ પમ્પીંગ સ્ટેશન પર ગોંડલ રોડ સાઇડ નવો બાયપાસ વાલ્વ મુકવાની કામગીરી સબબ તા. ૪ ગુરૂવારના રોજ ગુરૂકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં ગોંડલ રોડના વોર્ડ નં. ૭ (પાર્ટ), ૧૩ (પાર્ટ) અને તા. ૫ માર્ચ શુક્રવારના રોજ ઢેબર રોડના (વોર્ડ નં. ૭ પાર્ટ, ૧૪ પાર્ટ, ૧૭ પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે.

કયા વિસ્તારમાં અસર થશે

વોર્ડ નં.૭ માં લોહાનગર, ભકિતનગર સ્ટેશન પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, ઉદ્યોગનગર, જૈનચાલ તથા વોર્ડ નં.૧૩માં ન્યુ પપૈયા વાડી, હરિદ્વાર પાર્ક, હરિદ્વાર સોસાયટી બાન લેબ આવાસ યોજના, સમ્રાટ ઇન્ડસ્ટ્રીલ એરિયા, પંચશીલ સોસાયટી, ભોલેનાથ સોસાયટી, નવલનગર, રામનગર, જુનુ પપૈયા વાડી, વૈદવાડી, કૃષ્ણનગર સહિતના વિસ્તારો તથા વોર્ડ નં.૧૪ માં શ્રમજીવી સોસાયટી, ગોપાલનગર, ગીતાનગર, ગાયત્રીનગર, વાણીયાવાડી, ગુંદાવાડી, મિલપરા, કોઠારિયા કોલોની, માસ્તર સોસાયટી તેમજ વોર્ડ નં.૧૭ માં આનંદનગર, કાળાપથ્થર કવાટર્સ, ગીતાંજલી સોસાયટી, અજંતા પાર્ક, નારાયણ નગર, હસનવાડી, અમૃત પાર્ક, ઢેબર કોલોની, સહકાર સોસાયટી, મેઘાણીનગર, ગુલાબનગર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

(4:09 pm IST)
  • દેશમાં રસીકરણ અભિયાને ઝડપ પકડી : અત્યાર સુધીમાં 1.54 કરોડ લોકોએ રસી લીધી : પીએમ મોદીની અપીલની દેખાઈ અસર :છેલ્લા બે દિવસમાં રસીકરણ માટે અંદાજે 50 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું access_time 12:57 am IST

  • કોરોનાના લીધે વેરામાં કોઈપણ જાતનો વધારો કરવામાં નહિં આવે : ઉર્જામંત્રી સૌરભ પટેલની જાહેરાત access_time 3:44 pm IST

  • સ્પેનિશ બોક્સિંગ ટુર્નામેન્ટમાં મેરીકોમ અને અમિત પંઘાલ સહીત 12 ભારતીયો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા : આ ટુર્નામેન્ટમાં ભારતના ટોકિયો ઓલમ્પિક કોટા હાંસલ કરનારા તમામ 9 બોક્સર ઉપરાંત પાંચ અન્ય મુક્કેબાજ પણ ભાગ લઇ રહ્યા છે access_time 12:44 am IST