Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

હાર-જીત ગૌણ છે, હવે પૂરી તાકાતથી લોકસેવામાં લાગી જવાનુ છે : કોંગી આગેવાનોનો જુસ્સો

શહેર કોંગ્રેસને બેઠી કરવા અશોક ડાંગર, પ્રદિપ ત્રિવેદી, મહેશ રાજપૂત, ગાયત્રીબા વાઘેલાના અથાગ પ્રયાસો : કાર્યકર્તા સંમેલનમાં નવુ જોમ પુરવા માર્ગદર્શન આપ્યું

રાજકોટ તા. ૩ : શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તા.૦૨/૦૩/૨૦૨૧ના રોજ શહેરના બીજા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા ભાવભુમી પાર્ટીપ્લોટ ખાતે કાર્યકર્તા બેઠક યોજાઈ હતી તેમજ આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, શહેર કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, તેમજ તમામ શ્રેણીના આગેવાનો-કાર્યકરો તેમજ ઉમેદવારો, કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર તેમજ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓ, સહિતના કોંગ્રેસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં હાલ મહાનગરપાલિકાની ચુંટણીમાં જે જનાદેશ મળ્યો છે તેમજ લોકોએ કોંગ્રેસ પક્ષ ઉપર ભરોસો મુકયો છે અને પક્ષને મત આપ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ હતાશ કે નિરાશ થયા વગર જ લોકોપયોગી કામો કરવા તેમજ લોક પ્રશ્નોને વાચા આપવા ખડેપગે રહેવા અને ચૂંટાયેલા કોર્પોરેટર કરતા પણ વધુ કામ કરવા કોંગ્રેસ પક્ષના રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ગુજરાત મહિલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કોલ આપ્યો હતો તેમજ વધુમાં વધુ લોકોના કામ કરવા તેવી હાકલ કરી હતી તેમજ કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો તેમજ બુથના જનમીત્રો, સેકટર સંયોજકો, પોલીંગ એજન્ટ-રિલીવર, સહિતના નાનામાં નાના કાર્યકર્તાઓ સહિતના કોંગ્રેસ પક્ષ પરિવારના સભ્યો હતાશા ન રાખે અને આ વાતાવરણમાંથી બહાર આવે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજી ફરીથી કામે પુરા જોમથી વળગવા માટે સ્નેહમિલન અને કાર્યકર્તા બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં કોંગ્રેસ પક્ષના જસવંતસિંહ ભટ્ટી, રહીમભાઈ સોરા, નાથાભાઈ કિયાડા, ભરતભાઈ મકવાણા, મોહનભાઈ સોજીત્રા, મેઘજીભાઈ રાઠોડ, ગોવિંદભાઈ સભાયા, અશોકસિંહ વાઘેલા, જીજ્ઞેશ જોશી, સુરેશભાઈ બથવાર, રાજદીપસિંહ જાડેજા, મુલેશભાઈ ચાવડા, જયપાલસિંહ રાઠોડ, કોર્પોરેટર કોમલબેન ભારાઈ, પૂર્વ કોર્પોરેટરશ્રી અતુલભાઈ રાજાણી, અરવિંદભાઈ ભેસાણીયા, વસંતબેન માલવી, વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડિયા, કનકસિંહ જાડેજા, રસીલાબેન સુરેશભાઈ ગરેયા, ગાયત્રીબેન રસિકભાઈ ભટ્ટ, નીલેશભાઈ મારું, જેન્તીભાઈ બુટાણી, મનોજ ગેડિયા, ડો.અમિત ભટ્ટ, દુશ્યન્તભાઈ ગોહેલ, સલીમભાઈ કારીયાણી, યુસુફભાઈ સોપારી, તુષારભાઈ દવે, ગોરધનભાઈ મોરવાડિયા, કેતનભાઈ જરીયા, દિનેશભાઈ પટોળીયા, કેતન તાળા, જગદીશભાઈ સખીયા, બીજલ ચાવડીયા, નારણભાઈ હીરપરા, દાનાભાઈ હુંબલ, હરપાલસિંહ, હરદીપ પરમાર, આશિષસિંહ વાઢેર, રામભાઈ જીલરીયા, જીતેન્દ્રભાઈ રૈયાણી, હર્ષદભાઈ વઘેરા, અંકુર માવાણી, અમિતભાઈ રવાણી, વૈશાલીબેન પડાયા, સવિતાબેન શ્રીમાળી, વિશાલ દોંગા, મનસુખ વેકરીયા, અભિષેક તાળા, ડી.બી. ગોહિલ, મિરાજ પટેલ, નીલેશભાઈ વિરાણી, પ્રકાશભાઈ વેજપરા, સુરજભાઈ ડેર, રોહિતસિંહ રાજપૂત, કનકસિંહ જાડેજા, નીલેશભાઈ ભાલોડી, પ્રભાતભાઈ ડાંગર, કમલેશભાઈ કોઠીવાર, રવજીભાઈ ખીમસુરીયા, આદિત્યસિંહ, રવિભાઈ વેકરીયા, હરેશભાઈ ડોડીયા, ઇકબાલભાઈ, નરેશભાઈ સાગઠીયા, જગદીશભાઈ સાગઠીયા, મયુરસિંહ પરમાર, રોહિતભાઈ માલા, વશરામભાઈ ચાંડપા, હીરાભાઈ પરમાર, અમનભાઈ ગોહેલ, પરેશભાઈ સોલંકી, ભીખાભાઈ ગજેરા, સુરેશભાઈ ગરૈયા, બાબુભાઈ ઠેબા, રસિકભાઈ ભટ્ટ, કૈલાશભાઈ કાકડિયા, શૈલેશભાઈ રૂપાપરા, ભૂપતસિંહ ઝાલા, મીતેશભાઇ પટેલ, જયાબેન ટાંક, શૈલેશભાઈ ટાંક, વિમલભાઈ મુંગરા, પ્રહલાદસિંહ ઝાલા, યોગેશ પટેલ, રવીભાઈ ડાંગર, જગાભાઇ સોલંકી, પરેશભાઈ પટેલ, હસુભાઈ સોજીત્રા, વિજયસિંહ જાડેજા, મૌલેશભાઈ મકવાણા, પ્રિન્સ બગડા, કરશનભાઈ મુછડિયા, ધવલ પાંભર, સહિતના આગેવાનો કાર્યકરો અને કોંગ્રેસ પરિવારના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:08 pm IST)
  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,987 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,39,303 થઇ :એક્ટિવ કેસ 1,67,175 થયા વધુ 13,112 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,10,161 થયા :વધુ 98 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,385 થયા access_time 1:02 am IST

  • દેશમાં રસીકરણ અભિયાને ઝડપ પકડી : અત્યાર સુધીમાં 1.54 કરોડ લોકોએ રસી લીધી : પીએમ મોદીની અપીલની દેખાઈ અસર :છેલ્લા બે દિવસમાં રસીકરણ માટે અંદાજે 50 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું access_time 12:57 am IST

  • સમગ્ર દેશમાં સતત આજે પણ કેરળ અને મહારાષ્ટ્ર કોરોના કેસમાં ટોચ ઉપર છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૭૮૬૩ અને કેરળમાં ૨૯૩૮ મળીને ૨ રાજ્યમાં જ દસ હજારથી વધુ કોરોના કેસ નોંધાયા: અમરાવતી, નાગપુર, પુણે અને મુંબઈમાં કોરોના સતત હાહાકાર મચાવી રહ્યો છે,૭૭૩ થી ૧૨૨૭ કેસ: ગુજરાતમાં થોડો વધારો, ૪૫૪ કેસ: રાજકોટમાં ૪૫, વડોદરા ૭૪, સુરતમાં ૮૧ અને અમદાવાદમાં ૧૧૨ નવા કેસ નોંધાયા access_time 10:35 am IST