Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

આપઘાતની ફરજ પાડવાના કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

રાજકોટ,તા. ૩: મરી જવા માટે મજબુર કરવાના ગુનામાં પકડાયેલા આરોપીને જામીન ઉપર મુકત કરવા સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરના ગાંધીગ્રામ -૨ (યુની.) પોલીસ સ્ટેશનના ગુનાથી ઇન્ડીયન પીનલ કોડની કલમ ૩૦૬, ૩૮૭, ૩૪૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબની ફરિયાદ ગોપાલભાઇ જેસીંગભાઇ ચૌહાણએ આ કામના આરોપી રણછોડભાઇ ઘુઘાભાઇ કીહલા સામે ફરિયાદ નોંધાવેલી.

આ ફરિયાદમાં ફરીયાદી ગોપાલભાઇએ જણાવેલ કે તેમના ભાણેજ અતુલભાઇને આ કામના આરોપીએ મળવા બોલાવી તેઓને ધરારથી બેસાડી તેમની સાથે ધોલધપાટ કરીને ગાળાગારી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી., તેમને જવા દેવા માટે રૂપિયા ત્રણ લાખની માંગણી કરી મરવા મજબુર કરેલ હોય જેથી ફરી ના ભાણેજ અતુલ નાઓએ ગઇ તા. ૧૪/૧/૨૦૨૧ના  રોજ પોતાની રૂમે ગળા ફાંસો ખાઇ જતા મરણ ગયેલ હોય. જે ફરીયાદના અનુસંધાને તપાસનીશ અધિકારીએ આ કામના આરોપીની ધરપકડ કરી હતી.

ત્યારબાદ આ કામના આરોપીને અદાલતમાં રજુ કરતા, જેલ હવાલે કરતા આરોપીને પોતાને જામીન ઉપર થવા માટે તેમના વકીલ મારફત જોઇન્ટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ગુજારતા કેસની હકીકત તેમજ બચાવ પક્ષના વકીલોની રજુઆતોને ધ્યાને લઇને રાજકોટના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ. શ્રીમતી કે.ડી.દવે એ આરોપીને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.

આ કામમાં અરજદાર/ આરોપીના બચાવ પક્ષે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી ચીમનભાઇ ડી.સાંકળીયા, અતુલભાઇ એન.બોરીચા, મનીષાબેન પોપટ, અહેશાનભાઇ એ.કલાડીયા, વિજયભાઇ સોંદરવા, સી.એચ. પાટડીયા, વિજયભાઇ બાવળીયા, પ્રકાશભાઇ એ. કેશુર, જયેશભાઇ જે.યાદવ, એન.સી. ઠક્કર, જી.એમ.વોરા વગેરે રોકાયેલા હતા.

(4:06 pm IST)