Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

માધાપર ચોકડીએ પીપીપી ધોરણે અત્યાધુનિક સુવિધા સાથે નવા બસ સ્ટેશનનું નિર્માણ

બજેટને આવકારતા મિરાણી, કોઠારી, રાઠોડ

રાજકોટ,તા.૩: શહેર ભાજપ -મુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ સહીતના ભાજપ અગ્રણીઓએ રાજયની પારદર્શક, સંવેદનશીલ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકારના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીનભાઈ પટેલે રજુ કરેલ વર્ષ ૨૦ર૧-રરના રૂ.૨,૨૭,૦૨૯ કરોડની પુરાંતવાળુ અને રાહતલક્ષી બજેટને આવકારતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા દેશનો સર્વાગિ વિકાસ થાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે ત્યારે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા ટુંકા ગાળામાં અનેકવિધ પ્રજાલક્ષી નિર્ણયો કરી વિવિધ યોજનાઓ અમલમાં લાવવામાં આવી છે.  રાજય સરકારના આ બજેટમાં લોકોને સ્પર્શતી વિવિધ સમસ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. 

આ બજેટમાં આરોગ્ય સુવિધા માટે ૮૭ કરોડ, શિક્ષણ વિભાગ માટે ૩૨૭૧૯, મહીલા બાળ વિકાસ માટે ૩૫૧૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ૩૪૦૦ શાળાના વિકાસ માટે ૧૨૦૪૭ કરોડ, ૪પ લાખ બાળકોને મઘ્યાહન ભોજન માટે ૧૦૪૪ કરોડ, આર.ટી.ઈ. પ્રવેશ લેનાર બાળકો માટે ૫્રુ૭ કરોડ, યુવા સ્વાવલંબન યોજના સહાય માટે ૨૮૭ કરોડ, ૧૧ લાખ વિદ્યાર્થીઓને મફત એસ.ટી. પાસ મોટ ૨૦૫ કરોડ , ૨૦૦૦ પ્રાથમીક શાળાના પાણી -વીજળી માટે ૭૨ કરોડ, ૧૯ લાખ વિદ્યાર્થીઓને વિનામુલ્યે પુસ્તક માટે ૦ કરોડની ફાળવણી તેમજ ટુરીઝમ ક્ષેત્રે વિકાસને વેગ આપવા સોમનાથ, અંબાજી, દેવભુમિ દ્વારકા, સાપુતારા, ગીરમાં હેલીપેડ બનાવવાની જાહેરાત કરીને સોરાષ્ટ્રને મોટી ભેટ આપવામાં આવી છે અને રાજકોટ- જામનગર- ભાવનગર માં મેટ્રો નીઓ માટે રૂ.૫૦ કરોડની ફાળવણી તેમજ ૨૬ સબ રજીસ્ટર કચેરીઓને અંત્યાઆધુનિક ઓપ આપી મોર્ડન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, આગામી પાંચ વર્ષમાં યોગ્ય લાયકાત ધરાવતા ૨ લાખ યુવાનોની ભરતી કરી રોજગારી આપવામાં આવશે.  અમદાવાદ, વડોદારા, રાજકોટ અને સુરતમાં ખેડૂતોની ઉપજના વેચાણ માટે વિશેષ જગ્યા ઉભી કરવામાં આવશે અને ખેડૂતોને વિના વ્યાજે લોન આપવાની યોજનામાં ૧ હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના પાટનગરસમા રાજકોટમાં અતિ વિકસીત એવા માધાપર ચોકડી ખાતે પીપીપી ધોરણે અત્યાધુનિક સુવિધા સાથેના નવા બસ સ્ટેન્ડનું નિર્માણ થશે. તેમ અંતમાં બજેટને કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કીશોર રાઠોડ સહીતના અગ્રણીઓએ આવકારી અભિનંદન પઠાવ્યા હતા.

(4:03 pm IST)