Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

પખવાડીયામાં BRTS રૂટ પર ઇલેકટ્રીક બસો દોડશે

બે અઠવાડીયા બાદ ર૧ ઇલે. બસ આવી જશેઃ તબકકાવાર પ૦ બસ આવશેઃ ઇલેકટ્રીક બસનાં પઝેશન માટે કાલે મ.ન.પા.નાં અધિકારીઓ દિલ્‍હી જશે

રાજકોટ તા. ૩: શહેરને પ્રદૂષણમુકત કરવા અને બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવાની યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્‍દ્ર સરકારના સહયોગથી શહેરમાં ઇલેકટ્રીક બસ દોડાવવાની યોજના અમલી બનાવવામાં આવનાર છે. આ માટે રાજકોટને કુલ ૧૫૦ બસ ફાળવવામાં આવનાર છે. તબક્કાવાર જરૂરીયાત મુજબ ઇલેકટ્રીક બસ શરૂ થશે. જે અંતર્ગત હવે પખવાડીયામાં પ્રથમ તબક્કે ૨૧ જેટલી ઇલેકટ્રીક બસ બી.આર.ટી.એસ રૂટ પર દોડવા લાગશે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ઉર્જા બચત અને પ્રદૂષણ નિવારણની અનેક યોજનાઓને રાજકોટ મહાનગરપાલિકાએ સાકાર કરી છે ત્‍યારે હવે ઇલેકટ્રીક બસ દોડાવવાનો પ્રોજેકટ અમલી બનશે.

આ માટે અગાઉ સરકારે ૫૦ ઇલેકટ્રીક બસ મંજુર કરી હતી અને હવે વધુ ૧૦૦ ઇ-બસ મંજુર કરાઇ છે. આમ કુલ ૧૫૦ ઇ-બસ મળનાર છે.  આથી ચાલુ માર્ચ  મહીનાથી પ્રથમ તબક્કામાં મળનાર ૨૧ ઇ-બસને બી.આર.ટી.એસ. રૂટ તથા સીટી બસના કેટલાક રૂટ ઉપર દોડાવવાનું આયોજન છે. ત્‍યારબાદ તબક્કાવાર જરૂરીયાત મુજબ ઇ-બસોની સંખ્‍યા વધારવામાં આવશે અને તમામ સીટી બસ તથા બી.આર.ટી.એસ. રૂટમાં બસ ઇલેકટ્રીક બસ દોડાવવામાં આવશે.આ વર્ષે કુલ ૫૦ ઇ-બસ મળવાની આશા છે.

નોંધનીય છે કે, ઇ-બસથી તંત્રને સંચાલન ખર્ચમાં ઘટાડો થશે. કેમકે કેન્‍દ્ર સરકાર દ્વારા શ્નપ્નચજ્રા-ટુ' યોજના હેઠળ ઇલેકટ્રીક બસ ચલાવવા માટે તેના વપરાશ પર પ્રતિ કિ.મી. રૂ. ૨૫ સુધીની સબસીડી પણ આપનાર છે.

આમ, આવતા નવા વર્ષથી શહેરમાં ઇલેકટ્રીક બસો દોડવા લાગશે જેનાથી પ્રદૂષણમાં ઘટાડો થશે. અને શહેરમાં શુધ્‍ધ પ્રાણવાયુનું પ્રમાણ વધશે.

(3:05 pm IST)