Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

રાજકોટમાં મેડીકલ ડીવાઇસ ઉદ્યોગ પાર્ક અને ભાગોળે નાગલપરમાં નવી GIDC બનાવાશે

કેન્‍દ્રની યોજના મુજબ ગુજરાતમાં બે મેગા ટેક્ષટાઇલ પાર્ક બનાવાશે : લોધિકા જી.આઇ.ડી.સી.ને ‘મોડેલ એસ્‍ટેટ' તરીકે વિકસાવાશેઃ નીતિન પટેલ

ગાંધીનગર તા. ૩ : ગાંધીનગર નાયબ મુખ્‍યમંત્રી શ્રી નિતિન પટેલે કહેલ ગુજરતમાં ઔદ્યોગીક વિકાસને સાનુકુળ વાતાવરણ પુરૂ પાડવાના હેતુથી અમારી સરકારે ઉદાર વહીવટી સુધારા કરી ૩૦૦ થી વધુ કાયદાકીય પદ્ધતિઓમાં સરળીકરણ કરેલ છે.ઇઝ ઓફ ડુઇંગ બીઝનેશની દિશામં આવી સકારાત્‍મક કામગીરી કરનાર આપણું રાજય દેશમાં પ્રથમ સ્‍થાને છે. તદ્દઉપરાંત ઉદ્યોગ ધંધાઓને જુદા જુદા પ્રકારના જે ફોર્મ ભરવા પડતા હતા તેમાંથી ઘણા ફોર્મ ભરવામાંથી મુકિત આપવામાં આવી રહેલ છે માળખાકીય ક્ષેત્રને વિકસાવવા મોટા પ્રમાણમાં મુડી રોડ કરવામાં આવી રહેલ છે જે અંતર્ગત રાજયમાં હાલ કેન્‍દ્ર અને રાજય સરકારના ૧ લાખ ૯૦ હજાર કરોડના ૩૧૪ માળખાકીય પ્રકલ્‍પો પ્રગતિમાં છે.

ટેકસટાઇલ પોલીસી અંતર્ગત આવતા ઉદ્યોગને સહાય માટે રૂા.૧પ૦૦ કરોડની જોગવાઇ.

નવી ઔદ્યોગીક નીતી-ર૦ર૦ અંતર્ગત લઘુ, નાના અને મધ્‍યમ કદના (એમએસએમઇ) એકમોની વિવિધ પ્રોત્‍સાહન યોજનાઓ માટે રૂા.૧પ૦૦ કરોડની જોગવાઇ.

વિપુલ પ્રમાણમાં રોજગારી ઉભી કરવાની ક્ષ્મતા ધરાવતા મોટા કદના ઉદ્યોગને પસંદ કરેલા સેકટરમાં સહાય આપવા માટેરૂા.૯૬ર કરોડની જોગવાઇ.

રાજયમાં કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા સ્‍વરોજગારીની તકો ઉભી કરવાની વિવિધ યોજનાઓ માટે કુલ રૂા.પ૭૮ કરોડની જોગવાઇ.

ભારત સરકારની યોજના હેઠળ ગુજરાતમાં બે મેગા ટેક્ષટાઇલ પાર્ક સ્‍થાપવાનું આયોજન છે.

મેડીકલ અને ફાર્મા સેકટરમાં ગુજરાત રાજયનું આગવું સ્‍થાન છે. આ સેકટરને વધુ મજબુત કરવા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બલ્‍ડ ડ્રગ ઇન્‍ડસ્‍ટ્રીયલ પાર્ક અને રાજકોટ ખાતે મેડીકલ ડીવાઇસ ઇન્‍ડસ્‍ટ્રીયલ પાર્ક સ્‍થાપવાનું આયોજન છે.

માનવ કલ્‍યાણ યોજના અન્‍વયે નાના પ્રકારના ધંધા રોજગાર કરતા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સહાયભુત થવા તેમના ધંધાને અનુરૂપ સાધન-ઓજાર સ્‍વરૂપે સહાય તરીકે ર૭ ટ્રેડ માટે ૩૪,૦૦૦ લાભાર્થીઓને લાભ આપવાની યોજના અંતર્ગત રૂ. ૪૮ કરોડની જોગવાઇ.

સ્‍ટાર્ટઅપ-ઇનોવેશન યોજના-ર૦ર૦ અંતર્ગત પ્રતિ સ્‍ટાર્ટ-અપને પ્રતિ માસ રૂા.ર૦,૦૦૦ અને મહિલા ઇનોવેટર હોવાના કિસ્‍સામાં વધુ રપ ટકા અલાઉન્‍સ આપવા માટે આર એન્‍ડ ડી યોજના સહિત રૂા ર૦ કરોડની જોગવાઇ.

આંતરરાષ્‍ટ્રીય હરિફાઇમાં ગુજરાતના લઘુ અને નાના ઉદ્યોગને મદદરૂપ થવા માટે જરૂરી કવોલીટી કંટ્રોલ અને લેબ ટેસ્‍ટીંગ ફેસીલીટીની કોમન સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી મિની કલસ્‍ટર યોજના માટે રૂા. ૧૪ કરોડની જોગવાઇ.

રાજયમાં ખાણકમ પ્રવૃતિ માટે આવશ્‍યક એનવાર્યમેન્‍ટ કલીયરન્‍સ પ્રમાણપત્ર મેળવવામાં નાના લીઝ હોલ્‍ડરોને અનુભવાતી મુશ્‍કેલીઓ ધ્‍યાને લઇ આ પ્રક્રિયા સંયુકત રીતે કલસ્‍ટર સ્‍તરે કરી આપવાની સગવડ ઉભી કરવા માટે રૂા. પ કરોડની જોગવાઇ.

રાજયના જુદા જુદા વિસ્‍તારમાં ઔદ્યોગીકરણને પ્રોત્‍સાહન આપી સ્‍થાનીક રોજગાર નિર્માણ થાય તે હેતુથી બનાસકાંઠા જિલ્‍લામાં જલોત્રા, જામનગર જિલ્લામાં શેખપાટ,ગાંધીનગર જિલ્લામાં કડજોગ, અમરેલી જિલ્‍લામાં પીપાવાવ અને રાજકોટ જિલ્લામાં નાગલપર ખાતે તેમજ પાટણ, આણંદ, મહીસાગર અને મોરબી જિલ્લામાં જી.આઇ.ડી.સી. દ્વારા નવી ઔદ્યોગીક વસાહતો સ્‍થાપવાનું આયોજન છ.ે નાગલપુર કુવાડવા રોડ, પર નવાગામની સામેના ભાગે આવેલ છ.ે

દહેજ સાયખા, અંકલેશ્વર, હાલોલ, સાણંદ, વાપી અને લોધીકાની ઔદ્યોગીક વસાહતોને સંપૂર્ણ સુવિધા સાથે મોડેલ એસ્‍ટેટ તરીકે વિકસાવવામાં આવશે.

હંસપુરા, નરોડા, ઉમરગામ, સરીગામ, વાપી, સચિન, પાનોલી, અંકલેશ્વર, ઝઘડીયા અને સાવલી ખાતે એમએસએમઇ માટે વિકસિત ઐદ્યોગીક વસાહતોમાં મલ્‍ટી લેવલ શેડનું આયોજન કરેલ છે.

(3:04 pm IST)
  • સ્પેનિશ બોક્સિંગ ટુર્નામેન્ટમાં મેરીકોમ અને અમિત પંઘાલ સહીત 12 ભારતીયો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા : આ ટુર્નામેન્ટમાં ભારતના ટોકિયો ઓલમ્પિક કોટા હાંસલ કરનારા તમામ 9 બોક્સર ઉપરાંત પાંચ અન્ય મુક્કેબાજ પણ ભાગ લઇ રહ્યા છે access_time 12:44 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,987 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,39,303 થઇ :એક્ટિવ કેસ 1,67,175 થયા વધુ 13,112 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,10,161 થયા :વધુ 98 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,385 થયા access_time 1:02 am IST

  • વિધાનસભામાં બજેટ રજૂ કરતા નીતિન પટેલ : ગાંધીનગર : નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ આજે ગુજરાત વિધાનસભા ખાતે વર્ષ ૨૦૨૧-૨૦૨૨નું અંદાજપત્ર રજૂ કરવા આવી પહોંચ્‍યા એ વેળાની તસ્‍વીર. access_time 12:11 pm IST