Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

વિજેતા ઉમેદવારો અને લીગલ ટીમના સભ્યોને અભિનંદન પાઠવતા જે.જે.પટેલ - હિતેષ દવે

રાજકોટ તા.૩ : ભારતીય જનતા પાર્ટીનો કેશરીયા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વિજેતા બનીને કોંગ્રેસનો સફાયો કરવામાં ભાજપની કર્મઠ અને નિષ્ઠાવાન વકિલ મિત્રો કે જે ભાજપ લીગલ સેલના સદસ્યોએ દિવસ અને રાત ઉજાગરા કરીને ખરા સંજોગોમાં પુર્ણ મહેનત કરવા બદલ પ્રદેશ લીગલ સેલના કન્વીનર જે.જે.પટેલ તેમજ ચુંટણી લીગલ સેલ પ્રદેશ કન્વીનર શ્રી પરીન્દુભાઇ ભગત (કાકુભાઇ) તથા સૌરાષ્ટ્ર ઝોન લિગલ સેલ કન્વીનર, હિતેશભાઇ દવે ચુંટણી લીગલ સેલના સહ કન્વીનર શ્રી વિરેનભાઇ વ્યાસ, મિતેશભાઇ નંદાણી, જયેશભાઇ બોઘરા તેમજ અંશ ભારદ્વાજ સહિતના લીગલ ટીમે દરેક વકિલ મિત્રો તથા  ઉમેદવારોને શુભેચ્છા તથા અભિનંદન પાઠવેલ છે.

સૌરાષ્ટ્ર ઝોનમાં લીગલ સેલની દિવસ અને રાતની મહેનતને કારણે કોઇપણ ઉમેદવારનુંં ફોર્મ રદ ન  થયેલ હોવાના કારણે પણ અભિનંદનને પાત્ર છે. તેમજ  જીતેલા ઉમેદવારો મહાનગર - નગરપાલિકા - જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના જીતેલા તમામ ઉમેદવારોને પણ શુભેચ્છા તથા અભિનંદન લીગલ સેલે પાઠવેલ છે.

સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં ચુંટણી લીગલ સેલ કન્વીનર શ્રીઓમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ સહિતના હોદેદારોનો સમાવેશ થાય છે.

ઉપરોકત ચુંટણી લીગલ સેલની ટીમ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉમેદવારોના ફોર્મ ભરવા ચુંટણી વખતેની આચાર સંહિતા તેમજ મતદાન તથા ફરીયાદ વિભાગ તેમજ વિજેતા થયેલા ઉમેદવારોના સર્ટીફીકેટ મેળવવા સુધીની સમગ્ર કાર્યવાહી ઉપરોકત કન્વીનરશ્રીઓ સહ કન્વીનરો તેમજ  તેમની સમગ્ર ટીમને પ્રદેશ તથા સૌરાષ્ટ્ર ઝોન શુભેચ્છા પાઠવેલ છે. તેમ સોરાષ્ટ્ર ઝોનના હિતેષભાઇ દવેની યાદીમાં જણાવાયું છે.

(2:43 pm IST)