Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ન્યુ સાગર સોસાયટીના મનસુખભાઇ ખુંટનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૩: કોઠારીયા રોડ ન્યુ સાગર સોસાયટીમાં સંતોષ પાન સામે રહેતાં મનસુખભાઇ શામજીભાઇ ખુંટ (ઉ.૫૪) નામના લેઉવા પટેલ પ્રોૈઢ હોળીની રાત્રે તેમના ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર મનસુખભાઇ ચાર ભાઇમાં બીજા હતાં અને બોકસ પેસ્ટીંગીનું કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર દિજ્ઞેશભાઇ અને એક પુત્રી છે. તહેવારના દિવસોમાં જ મૃત્યુના આ બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૫)

(4:45 pm IST)