Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

પ્રફુલ મશીનરી ટુલ્સ સામેની અપીલ નામંજુરઃ હાઇકોર્ટે આપેલ મહત્વનો ચુકાદો

રાજકોટ, તા.૩  :  અત્રે  પ્રફુલ મશીનરી ટુલ્સ,  રાજકોટ સામેની લેટર પેટન્ટ અપીલ રદ કરતો ગુજરાત હાઇકોર્ટની ડીવીઝનલ બેન્ચે મહત્વનો ચુકાદો આપેલ હતો. આ અંગેની વિગત એવી છે કે લેબર કોર્ટ, રાજકોટ સમક્ષ હરીભાઇ ભવાનભાઇએ સંસ્થામાં એટલે કે પ્રફુલ મશીનરી ટુલ્સમાં તેઓ ૧૦ વર્ષથી નોકરી કરતા હતા અને સદરહંુ નોકરી દરમ્યાન સંસ્થા તેઓને દૈનિક રૂ.૯૦ રોજ ચુકવતા હતા. તા.૩/૬/૯૯ ના રોજ અરજદારને ચાલુ નોકરી અને ફરજ દરમ્યાન જમણી આંખમાં ' 'કણુ'' પડતા ફરજ પરથી ગેર હાજર રહેલા, ત્યાર બાદ માલીક પાસે હકક રજા, મેડીકલ લીવ, ઓવરટાઇમ બોનસ, માંદગીના પૈસા વિ. કંપનીએ ચુકવેલ નહી, તેઓને ગેરકાયદેશર રીતે  નોકરીમાંથી દુર કરી દીધેલ તેવી રજુઆત કરેલી હતી.

સદરહંુ કામદારે રાજકોટ લેબર કોર્ટ સમક્ષ રીવરી અરજી દાખલ કરેલ જે લેબર કોર્ટ રાજકોટ કામદારને બોનસની રકમ ચુકવવાનો માલીકને હુકમ કરેલો. આથી કામદારે નારાજ થઇ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સ્પે.સી.એ. દાખલ કરેલી જે ગુજરાત હાઇકોર્ટ રદ કરેલી. ત્યારબાદ કામદારે ગુજરાત હાઇકોર્ટની ડી.વી. બેન્ચ સમક્ષ લેટર પેટન્ટ અપીલ દાખલ કરેલી કંપનીની તરફથી રજુઆત કરવામાં આવેલી કે જેને  ધ્યાને લઇને ડીવીઝન બેંચે અપીલ રદ કરી હતી. આ કામમાં  પ્રફુલ મશીનરી વતી એડવોકેટ પી.આર.દેસાઇ રોકાયા હતા.(રર.૪)

(4:38 pm IST)