Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

૧૧મીએ ઓપન રાજકોટ રેપીડ ચેસ ટૂર્નામેન્ટ

ગેસ્ફોર્ડ ચેસ કલબ અને સુરક્ષા સેતુના સહયોગથીઃ ફ્રી એન્ટ્રી નોંધાવી દેવી, ૪ પ્રકારની ચેસ ટૂર્નામેન્ટનું આયોજન

રાજકોટ,તા.૩: બુધ્ધીમતાની શ્રેષ્ઠતમમાં જેની ગણના થાય છે તેવી રમત ચેસ ટૂર્નામેન્ટનું આયોજન સંસ્થા દ્વારા અને સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી ૪ પ્રકારની ચેસ ટૂર્નામેન્ટનું આયોજન આગામી તા.૧૧ને રવિવારે, સવારે ૮ કલાકે ગુરૂ ગોવિંદસિંહ હોલ, આમ્રપાલી ટોકીઝ પાસે, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

આ ટૂર્નામેન્ટમાં એન્ટ્રી ફી  ફ્રી રાખવામાં આવેલ છે. તા.૭ સુધીમાં એન્ટ્રી ફોર્મ ભરીને નટુભાઈ સોલંકી, ગેસ્ફોર્ડ ટોકીઝ પાસે, કિરીટ પાન ઘર, રાજકોટ પરત આપવાના રહેશે. ઓરજીનલ ફોર્મ એન્ટ્રી જ માન્ય રાખવામાં આવશે.

ચાર પ્રકારની ટૂર્નામેન્ટમાં અંડર-૧૨, અંડર- ૧૬, લેડીઝ તેમજ ઓપન સીનીયર ભાઈની રમાડવામાં આવશે. વિજેતા થયેલ બાળકોમાં પ્રથમ ૧ થી ૧૫ ખેલાડીઓને ચેસ સેટ શીલ્ડ તેમજ સીનીયર ભાઈઓમાં ૧ થી ૫ ને રોકડ કેશ પ્રાઈઝ તથા શીલ્ડ તથા ચેસ સેટ આપી નવાજવામાં  આવશે અને લેડીઝમાં ૧ થી ૫ને શીલ્ડ તથા ચેસ સેટ આપી સન્માનવામાં આવશે.

વધુ વિગત માટે કિશોરસિંહ જેઠવા-મો.૯૯૨૫૨ ૪૮૨૫૧, દિપકભાઈ જાની- મો.૮૪૬૯૧ ૧૧૮૦૩, મનીષ પરમાર- મો.૯૮૨૫૧ ૧૨૨૨૯, મહેશ ચૌહાણ- મો.૯૭૨૪૯ ૮૮૧૯૮, મહેશ વ્યાસ- મો.૯૩૨૭૬ ૦૫૭૬૯, વલ્લભભાઈ પીપળીયા- મો.૯૭૧૪૦ ૧૯૪૦૦

ભાગ લેનાર દરેક ખેલાડીઓને તા.૧૧ને રવિવારના ચા-નાસ્તો તેમજ બપોરે જમવાની વ્યવસ્થા આયોજક તરફથી રાખવામાં આવેલ છે. આ ટૂર્નામેન્ટમાં ફકત રાજકોટના જ ખેલાડીઓ ભાગ લઈ શકશે. ખેલાડીઓએ પોતાનો ચેસ સેટ અને ઘડીયાળ લાવવાની રહેશે. સવારે ૮ કલાકે ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવશે. તેમ કિશોરસિંહ જેઠવા, ગેસ્ફોર્ડ ચેસ કલબના સેક્રેટરીની જણાવે છે. (૩૦.૧૧)

 

(4:23 pm IST)