Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

પહેલા કલરથી રંગાઇ જવાનું ને પછી પાણીથી ભીંજાઇ જવાનું ... રાજકોટે ધુળેટીનો ભરપુર આનંદ લુંટયો

રાજકોટ : ઉત્સવ હોય તો આનંદ લુંટવાનો જ હોય! એમાય રાજકોટ એટલે રંગીલું શહેર. અહીં તો ઉજવણી માટે બસ બહાનું જ જોઇએ. હોળી ધુળેટીનો ભરપુર આનંદ રાજકોટવાસીઓએ લુંટયો હતો. ધુળેટીના દિવસે સૌ હટી હટીને રંગે રમ્યા હતા. લાલ, પીળો, વાદળી તમામ રંગોના છાંટણા નહીં પણ થથડા કરી કરીને મોઢા રંગ બેરંગી કરી દેવાયા હતા. શહેરની કોઇ પણ શેરી કે રસ્તો પકડો તો માર્ગ ઉપર રંગોના ઢગલે ઢગલા જોઇને ખ્યાલ આવી જ જાય કે અહીં રંગોત્સવ મનાવાયો હશે.  જો કે તીલક હોળીની ભરપુર વિનંતીઓ પછીએ લોકો કોથળા મોઢે રંગ ઉડાડવા નિકળી પડયા હતા.આ રીતે બપોર સુધી રંગે રમ્યા પછી હવે હોઝમાં ધુબાકા મારવાનું ચલણ વધી ગયુ છે. નદી, તળાવ કે સ્વીમીંગ પુલ ઉપર બપોરે ભારે ગીરદી જામી હતી. કયાંક ફાર્મ હાઉસ પર પારિવારિક રીતે રંગે રંમવાના, જમવાના અને સ્વીમીંગ પુલમાં ન્હાવાના ઉમંગભર્યા આયોજનો થયા હતા. જેની પ્રતિતિ કરાવતી વિવિધ તસ્વીરો અહીં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:52 am IST)