Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

શહેર ભાજપ કાર્યાલયે ઉડયા આનંદના અબીલ ગુલાલ : રંગોત્સવની ઉજવણી

રાજકોટ :   શહેર ભાજપ દ્વારા રંગોત્સવ મનાવાયો હતો. ગઇકાલે કરણપરા ખાતે આવેલ પક્ષનાં કાર્યાલય ખાતે આગેવાનો, કાર્યકર્તાઓ દ્વારા એક બીજાને લાલ, પીળો, વાદળી તમામ રંગોના  મોઢા રંગ બેરંગી કરી ઘુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તે વખતની તસ્વીરમાં પ્રદેશ ભાજપ આગેવાન નિતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, , મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, રાજકોટ-૬૮નાં ધારાસભ્ય અને મ્યુનિ. કોર્પોરેશનનાં શાસક પક્ષનાં નેતા અરવીંદ રૈયાણી, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, દેવાંગ માંકડ, જીતુભાઇ કોઠારી, તથા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રદિપ ડવ, કોર્પોરેટર અશ્વિન મોલીયા, જયોત્સનાબેન ટીલાળા તથા પુર્વ મેયર રક્ષબેન બોળીયા, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોશી, કોર્પોરેશન ભાજપ કાર્યાલય મંત્રી જયંત ઠાકર, નિલેશ ખૂંટ સહિતનાં આગેવાનો અને કાર્યકર્તાઓનજરે પડે છે.(તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:52 am IST)