Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

નવાગઢમાં ગાળો બોલવાની ના પાડતાં કિશોર પરમાર અને તેના પિતા પર હુમલો

ફઇનો દિકરો પ્રવિણ, તેની પત્નિ સોનલ સહિતના તૂટી પડ્યા

રાજકોટ તા. ૩: જેતપુર નવાગઢમાં રહેતાં કિશોર જીકાભાઇ પરમાર (ઉ.૩૫) નામના દલિત યુવાન પર તેના ફઇના દિકરા પ્રવિણ રમેશભાઇ સોલંકી અને તેની પત્નિ સોનલ પ્રવિણ તથા મંજુબેન રમેશભાઇએ પાઇપથી હુમલો કરી ઇજા કરતાં અને પિતાજી જીકાભાઇ પીઠાભાઇ પરમાર (ઉ.૫૫) બચાવવા વચ્ચે પડતાં તેને પણ ઇજા થતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

કિશોરભાઇ છુટક મજૂરી કરે છે. તેના કહેવા મુજબ ફઇનો દિકરો રમેશ ઘર પાસે ગાળાગાળી કરતો હોઇ તેને દૂર જવાનું કહેતાં ખાર રાખી ડખ્ખો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર પોલીસને જાણ કરી હતી. (૧૪.૯)

(9:59 am IST)