Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

શાળા સંચાલકો અને વાલીઓ વચ્‍ચે ચાણકય ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ સેતુરૂપ ભૂમિકા ભજવશે

ફી, એલ.સી.સહિતના મુદ્દે સમાધાનકારી ઉકેલ લાવશે

રાજકોટઃ શ્રી ચાણકય ફાઉન્‍ડેશન એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ, રાજકોટના પ્રમુખ વિજયભાઈ સગપરીયા, મંત્રી વિશાલભાઈ રાબડીયા, સહમંત્રી કેતનભાઈ રૈયાણી, ઉપપ્રમુખ નિલેશભાઈ આસોદરીયા, ખજાનચી નિતેશભાઈ ટીબાડીયાની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે. આ ટ્રસ્‍ટ દ્વારા ગરબી અને નબળા વિદ્યાર્થીઓ માટે અનેકવિધ કલ્‍યાણકારી પ્રવૃતિઓ કરવામાં આવે છે. તેમજ મુખ્‍ય હેતુ ગુજરાતમાં આર્થિક રીતે નબળા અથવા અનાથ વિદ્યાર્થીઓને ઉચ્‍ચ અભ્‍યાસાર્થે શિષ્‍યવૃતિ આપી અને તેમની કારકીર્દી બનાવવામાં મદદરૂપ થવાનો હેતુ હોવાનું જણાવાયું છે. ખાનગી શાળાઓમાં બાળકની ફી ભરવાની બાકી હોય એલ.સી. કાઢી આપતી નથી, જેને કારણે બાળક પોતાની પસંદગીની અન્‍ય શાળામાં પ્રવેશ મેળવી શકતા ન હોય સહિતના પ્રશ્ને આ સંસ્‍થાના સભ્‍યો વિદ્યાર્થીઓના વાલીઓ અને ખાનગી શાળા સંચાલકો વચ્‍ચે સેતુરૂપ ભુમિકા ભજવી આ સમસ્‍યાનો સમાધાનકારી ઉકેલ લાવશે અને જો તેમાં શાળા સંચાલકો ઈન્‍કાર કરે તો તેને સમાધાનકારી વલણથી સમજાવાશે અથવા કાયદાકીય રીતે તેની સામે ગાંધી ચીધ્‍યા માર્ગે આંદોલન કરી તેની સામે વિરોધ પ્રદર્શન કરાશે અને કાયદાકીય ઉકેલ લાવવાના પ્રયાસો હાથ ધરાશે. મો.૯૩૨૭૨ ૩૨૬૯૩, મો.૮૮૭૭૨ ૮૯૨૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 

(4:13 pm IST)