Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

રામાનંદી સાધુ સમાજના આંગણે એપ્રિલમાં સમુહલગ્ન

રામાનંદી નવનિર્માણ સેના દ્વારા રાજકોટમાં શાહી આયોજન : ૫૧ યુગલો પ્રભુતામાં પગલા પાડશે : નિઃશુલ્‍ક નામ નોંધણી

રાજકોટ તા. ૩ : રામાનંદી સેના ગુજરાત દ્વારા સમાજની ૫૧ દિકરીઓને પરણાવવા આગામી તા. ૨૯ એપ્રિલના શનિવારે રાજકોટના આંગણે સમુહલગ્નનું આયોજન કરાયુ છે.

અકિલા' ખાતે વિગતો વર્ણવતા રામાનંદી નવનિર્માણ સેનાના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે આ શાહી આયોજનમાં ૫૧ યુગલો પ્રભુતામાં પગલા પાડશે. દિકરીઓને સોનાની બુટી, ટી.વી., ફ્રીજ, વોશીંગમશીનથી લઇને જીવન જરૂરીયાતની ૧૫૧ વસ્‍તુઓ ભેટરૂપે અપાશે. સૌપ્રથમ વખત આવો રૂડો અવસર આવી રહ્યો હોય સમાજમાં અનેરો ઉમંગ છવાયો છે.

રામાનંદ સંપ્રદાયના સંતો મહંતો, મહામંડલેશ્વરશ્રીઓ, પીઠાધીશ્વરશ્રીઓ, અખાડાના જગ્‍યાધારી મહંતશ્રીઓ ખાસ કરીને અયોધ્‍યા, ચિત્રકુટ, વારાણસી, રાજસ્‍થાનથી પધારી વર-કન્‍યાને આશીર્વચનો આપશે.

તા.૨૯-૪-૨૦૨૩ ના રાજકોટમાં આયોજીત આ રામાનંદી સમાજના સમુહલગ્ન માટે નિઃશુલ્‍ક નામ નોંધણી ચાલુ છે. જે માટે રામાનંદી નવનિર્માણ સેનાના ગુજરાત પ્રદેશ પ્રમુખ નિખીલભાઇ નિમાવત (રાજકોટ મો.૯૭૨૪૯), અનિલભાઇ દેવમુરારી (અમદાવાદ, મો.૯૯૯૨૫ ૮૩૨૭૭), સાગરભાઇ ટીલાવત (મહુવા મો.૯૯૧૩૧ ૫૧૪૦૦), વિજયભાઇ અગ્રાવત (કેશોદ મો.૯૮૨૪૬ ૩૫૬૭૫), દુર્ગેશભાઇ કુબાવત (જસદણ મો.૯૨૭૪૫ ૮૭૦૮૮), સંદીપભાઇ નિમાવત (પડધરી મો.૯૯૭૪૯ ૩૦૭૩૫), કલ્‍પેશભાઇ પૂર્ણવૈરાગી (રાજકોટ મો.૯૯૭૪૧ ૮૮૮૫૮), રાજેશભાઇ નિમાવત (રાજકોટ, ૯૪૨૬૯ ૩૦૧૧૨), સુરેશભાઇ જલાલજી (રાજકોટ, ૯૮૨૪૫ ૧૨૯૧૨), અપ્‍પુરાજભાઇ અગ્રાવત (જામનગર, મો.૯૯૦૪૮ ૮૬૫૫૫), મનિષભાઇ અગ્રાવત (અમરેલી, મો.૯૬૬૪૫ ૩૧૬૧૩), મનિષભાઇ દેવમુરારી (મોરબી, ૯૯૭૮૬ ૧૫૫૯૪), સંજયભાઇ વૈષ્‍ણવ (વઢવાણ, મો.૯૧૭૩૩ ૨૧૫૨૫), જીતેન્‍દ્રભાઇ દેવમુરારી (વેરાવળ મો.૯૯૦૪૩ ૩૦૮૭૯), બીપીનભાઇ નિમાવત (ગોંડલ, મો.૯૮૨૫૨ ૦૩૩૪૯), કિશોરભાઇ કુબાવત (જુનાગઢ, મો.૮૪૯૦૯ ૯૫૨૬૮) નો સંપર્ક કરી નામ નોંધાવી શકાશે.

સમગ્ર સમુહલગ્ન મહોત્‍સવને સફળ બનાવવા રામાનંદી નવનિર્માણ સેનાની ટીમના સર્વે હોદેદારો કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં અકિલા' ખાતે વિગતો વર્ણવતા શ્રી અવધેશબાપુ, નિખીલભાઇ નિમાવત, હિતેષભાઇ નિમાવત, સુરેશભાઇ જલાલજી, રૂપેશભાઇ નિમાવત, કાનો કુબાવત, કૌશિકભાઇ દેવમુરારી, દીલીપભાઇ અગ્રાવત, કલ્‍પેશભાઇ પુર્ણવૈરાગી, રવિભાઇ નિમાવત, કપિલકુમાર અગ્રાવત વગેરે નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

(4:11 pm IST)