Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

થોરાળાના યુવાનની હત્‍યાનો ૮મો આરોપી ક્રાઇમ બ્રાંચે પકડયો

પીઆઇ બી. ટી. ગોહિલ અને ટીમે નીતીન મુછડીયાને દબોચી થોરાળા પોલીસને સોંપ્‍યોઃ અગાઉ પણ ગુનામાં સામેલ

રાજકોટ તા. ૩: થોરાળા વિસ્‍તારમાં પરમ દિવસે રાત્રે સિધ્‍ધાર્થ નામના યુવાનની જુના મનદુઃખમાં શેરીમાં નીકળવા મામલે થયેલી હત્‍યામાં એક સગીર સહિત સાત આરોપીઓને થોરાળા પોલીસે પકડયા બાદ ક્રાઇમ બ્રાંચે આઠમા આરોપી નિતીન રવજીભાઇ ઉર્ફ રવિભાઇ મુછડીયા (ઉ.૨૯-રહે. ઘાંચીવાડ-૨/૭)ને પકડી લઇ તેની પાસેથી ૧૨ હજારનો મોબાઇલ ફોન કબ્‍જે કરી વિશેષ તપાસ માટે થોરાળા પોલીસને સોંપ્‍યો છે.સીપીશ્રી રાજુ ભાર્ગવ, જોઇન્‍ટ સીપીશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રામહરીબમાં પીઆઇ બી. ટી.ગોહિલ, પીએસઆઇ ડી. સી. સાકરીયા, હેડકોન્‍સ. અશોક કલાલ, ધર્મેશ ડાંગર, હરદેવસિંહ રાઠોડ, કોન્‍સ. જયપાલભાઇ બરાલીયા અને શૈલેષભાઇ પટેલે આ કામગીરી કરી હતી. નિતીની અગાઉ મારામારી અને જાહેરનામા ભંગમાં પકડાયો હતો.

(4:03 pm IST)