Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

બાળકો માટે અંતાક્ષરી સ્‍પર્ધા

રાજકોટઃ રઘુવંશી ચિલ્‍ડ્રન સોસાયટી રાજકોટ દ્વારા જ્ઞાતિના બાળકો માટેની અંતાક્ષરી સ્‍પર્ધા યોજાઇ ગઇ મેને.ટ્રસ્‍ટી જયંતભાઇ પાઉએ સ્‍વાગત કરેલ. સ્‍થાપક પ્રમુખ જસુમતીબેન વસાણીએ સંસ્‍થાની સ્‍થાપનાનો ઉદેશ જણાવેલ, પ્રમુખ રમણભાઇ કોટકે સંસ્‍થાનો પરીચય આપેલ. શ્રી રાજકોટ લોહાણા મહાજન મંત્રી તથા રીટાબેન કોટકે બાળકોને સંસ્‍થાની પ્રવૃતિઓને બિરદાવેલ

દિવ્‍યાબેન બુધ્‍ધદેવ અને ધનંજયભાઇ વ્‍યાસે નિર્ણાયક તરીકે તથા અંતાક્ષરીના કાર્યક્રમનું હિતેષભાઇ શીંગાળા અને શ્રીમતી માનસીબેન શીંગાળાએ કરેલ. કિશોરભાઇ ઘેલાણી અને કુ.પલક શીંગાળાએ વિરદાદા જસરાજનું તેમની પુણ્‍યતિથિ નિમીતે જીવન વૃતાંત રજુ કરેલ આ પ્રસંગે પ્રજ્ઞેશભાઇ સુચક(રઘુવીર યુવાસેના) કેતનભાઇ કોટક-સુનીલભાઇ શીંગાળા(કર્મચારી મંડળ) મયંકભાઇ પાંઉ-મેહુલભાઇ નથવાણી(રઘુવંશી પરીવાર) સી.એ. સરદભાઇ અનડા ઉપસ્‍થિત રહયા હતા

કાર્યક્રમને સફળ બનાવવા ભરતભાઇ બોદાણી, નિલેષભાઇ જોબનપુત્રા, યોગેશભાઇ કોટકે જહેમત ઉઠાવેલ. ઉપપ્રમુખ અમિતભાઇ કોટકે આભાર દર્શન કરેલ. નિર્ણાયકોએ સંજય કારીયા, વ્રજેશ્રી શીંગાળા, શ્રુતિ સવાણી, મંત્ર ભાતેલીયા ધૈર્યા શીંગાળા, ધૃવી વસાણીને વિજેતા જાહેર કરેલ

(4:03 pm IST)