Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

નિઃશુલ્‍ક અભિનય તાલીમ વર્ગ

વર્ષોથી વિનામૂલ્‍યે નાટય તાલીમ આપી ઉત્‍સવ એકટિંગ એકેડેમી એ સેંકડો રંગકર્મીઓને રંગભૂમિ પર રમતા કર્યા છે. જેમાં હવે સ્‍વર અભિનયર બાબતે સ્‍ટુડિયો વ્રજનો સહયોગ પ્રાપ્‍ત થતા અનુપમ કલારંગનો ઉઘા થયો છે. સ્‍ટેજ તેમજ મલ્‍ટિમીડિયામાં સ્‍વર અભિનયનું મહત્‍વ અદકેરૂ છે. પરંતુ સ્‍ટુડિયો કે સાઉન્‍ડ સિસ્‍ટમના અભાવે સ્‍વર અભિનયનની તાલીમ આપી શકાતી નથી. ફિલ્‍મોનું ડબીંગ પણ મોટે ભાગે મુંબઇ અમદાવાદ થાય છે. રાજકોટમાં સ્‍વર અભિનય આપતા વરિષ્‍ઠ કલાકારો ખૂબ જ છે. પરંતુ યુવા કલાકારો-યુવા વોઇસની ઉણપ વર્તાય છે. તેથી કલાક્ષેત્રની આ જરૂરિયાતોને ધ્‍યાને લઇ, જાહેરાતો, દસ્‍તાવેજી ફિલ્‍મો, સમાચાર પઠન, પ્રવકતા, નાટકો, ફિલ્‍મીડબીંગ જેવા માધ્‍યમો માટે વોઇસ ઓવર/ સ્‍વર અભિનય માટે કલાકારો તૈયાર કરવા નાટયકાર નિર્લોક પરમાર અને રોકી જેસિંગના સંયુકત સાહસથી ગુજરાતભરમાં અનોખી પહેલ કરી છે, અને ગત રવિવારએ શુભારંભ કરી પ્રથમ બેચના ૧૦ તાલીમાર્થીઓને સ્‍વર અભિનયની તાલીમ આપી છે. રસ ધરાવતા કલાકારોએ મો. નં. ૯૪૨૬૯ ૬૭૦૦૬ ઉપર સંપર્ક કરવા જણાવેલ છે.

(4:35 pm IST)