Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

જિલ્લા બેંકની મુલાકાતે તેલંગણા બેંકની ટીમ

રાજકોટ : શ્રી રાજકોટ ડિસ્‍ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજરશ્રી વી.એમ.સખીયાના જણાવ્‍યા મુજબ બેંકના ચેરમેન જયેશભાઇ રાદડિયા, વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, મેનેજીંગ ડિરેકટર ઘનશ્‍યામભાઇ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના કુશળ વહીવટથી શ્રી રાજકોટ ડિસ્‍ટ્રિકટ કો-ઓપ. બેંક રાષ્‍ટ્રીય સ્‍તરે ઉભરી આવેલ છે. નાર્બોર્ડના અભિગમના ભાગ રૂપે તેલંગાણા સ્‍ટેટ કો-ઓપરેટીવ એપેક્ષ બેંક લી.ના સી.જી.એમ. ટી.જયોથી, જનરલ મેનેજરશ્રી કોન્‍ટમ લક્ષ્મી નારાયણ સુરેખા તથા તેલંગાણા રાજયની અન્‍ય ડિસ્‍ટ્રિકટ બેંકોના સી.ઇ.ઓ/ જનરલ મેનેજરઓ સાથેની ટીમેઅ રાજકોટ ડિસ્‍ટ્રિકટ કો-ઓપ. બેંકની મુલાકાત લઇ બેંકની વિવિધ પ્રવૃતિઓનો અભ્‍યાસ કરેલ અને બેંકના જનરલ મેનેજર -સી.ઇ.ઓ શ્રી વી.એમ.સખીયાએ બેંકની વિવિધ કામગીરીની જાણકારી આપેલ. ટીમે બેંકની કામગીરીને બિરદાવી હતી. (૨૨.૨૦)

(4:01 pm IST)