Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

હાઇરાઇઝ બિલ્‍ડીંગ ધારકોને ફાયર સેફ્‌ટી અંગે તાલીમ : મોકડ્રીલ યોજાઇ

 રાજકોટ : મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્‍તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્‍ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્‍ડીંગમાં રહેતા લોકોને જાગળતી માટે તા.૦૧ના રોજ (૧) સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે ફોર્ચ્‍યુન સુલેસટિયા અને તા.૦૨ના રોજ (૨) કીંગ લેન્‍ડ એપાર્ટમેન્‍ટ, અમિન માર્ગ શહેરની રેસીડેન્‍સીયલ બિલ્‍ડીંગ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર  બી. જે. ઠેબાના માર્ગદર્શન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ  સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્‍ડીંગ દ્વારા પોતાની બિલ્‍ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્‍વેચ્‍છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે.

(3:30 pm IST)