Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ચેક રીટર્ન કેસમાં શ્રી જગદંબા ક્રેડીટ કો.ઓ. સોસા. લી.ના લોનીને એક વર્ષની સજાનો હુકમ

 આરોપી રમેશ ઠુંગા ચેક મુજબની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો કોર્ટનો હુકમઃ એડવોકેટ રાજેન્‍દ્રસિંહ એચ.ઝાલા તથા દિપકકુમાર ડો.મહેતાની રજુઆતો માન્‍ય રખાઇ

રાજકોટ, તા., ૩ :ચેક રીર્ટનના કેસમા શ્રી જગદંબા ક્રેડીટ કો-ઓપ. સોસા.ના લોનીને કોર્ટે તકસીરવાન ઠરાવી એક વર્ષની સજાનો હુકમ અને જો ચેક મુજબની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, કાલાવાડ રોડ, મોટામવામા રહેતા રમેશ વેરસીભાઈ ઠુંગાએ શ્રી જગદંબા ક્રેડીટ કો-ઓપ. સોસા. લી. માથી સભ્‍ય દરજ્જે લોન લીધી હતી, પરતુ લોનના હપ્તા ચડત થઈ જતા અને આરોપી લોનની રકમ ભરપાઈ કરવામા નિષ્‍ફળ રહેતા શ્રી જગદંબા ક્રેડીટ કો ઓપ. સોસા. લી. દ્વારા લોનીએ આપેલ ચેક બેંકમા વટાવવા નાખતા આ ચેક રીર્ટન થતા શ્રી જગદંબા ક્રેડીટ કો-ઓપ. સોસા. લી. ના એડવોકેટ આર. એચ. ઝાલા દ્વારા કાનુની નોટીસ અપાઈ હતી. તેમછતા લોની રમેશ વેરસી ઠુંગા દ્વારા લોનની રકમ ભરપાઈ ન કરાતા લોની સામે કોર્ટમા નેગોશીએબલ એકટ મુજબ ફરીયાદ દાખલ કરાઈ હતી. કોર્ટ દ્વારા રમેશ ઠુંગા સામે સમન્‍સ તેમજ વોરટ ઈસ્‍યુ કરાતા તે કોર્ટમા હાજર થયેલ.

સદરહુ કેસ કોર્ટમા ચાલી જતા ફરીયાદ પક્ષના એડવોકટ રાજેન્‍દ્રસિંહ એચ. ઝાલા તથા દિપકકુમાર ડી. મહેતા દ્વારા ધારદાર દલીલો અને રજુઆતો કરલ તે કોર્ટએ માન્‍ય રાખી આરોપી રમેશ વેરસીભાઈ ઠુંગાને કસુરવાર ઠેરવી એક વર્ષની સજાનો હુકમ તથા ચેક મુજબની રકમ એક લાખ પુરા એક માસમા ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસમા ફરીયાદી શ્રી જગદંબા ક્રેડીટ કો-ઓપ. સોસા. લી. વતી એડવોકટ રાજેન્‍દ્રસિંહ એચ. ઝાલા તથા દિપકકુમાર ડી. મહેતા રોકાયેલ હતા

 

(3:28 pm IST)