Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ગોંડલ અને જસદણમાંથી ૭૭૩ બોટલ દારૂ પકડાયોઃ રૂરલ એલસીબીના દરોડા

ગોંડલમાં ઇનોવામાંથી ૪૩ર અને જસદણમાં વાડીની ઓરડીમાંથી ૩૪૧ બોટલ દારૂ અને બિયર કબ્‍જેઃ કાર ચાલક અને જસદણના મેહુલ કુંભાણીની શોધખોળ

રાજકોટ તા. ૩ :.. ગોંડલ અને જસદણમાં રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી ૭૭૩ બોટલ દારૂનો જથ્‍થો ઝડપી લઇ બે શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.

જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ પ્રોહી જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સુચના કરતા રૂરલ એલસીબીના પોલીસ ઇન્‍સ. વી. વી. ઓડેદરા તથા પો. સબ. ઇન્‍સ. એચ. બી. ગોહીલ તથા પો. સબ. ઇન્‍સ. ડી. જી. બડવાના માર્ગદર્શન મુજબ એલસીબી સ્‍ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન સંયુકતમાં મળેલ હકિકત આધારે ગોંડલ, જેતપુર રોડ, ગ્રીન પાર્ક સોસાયટીમાંથી એક ટોયોટા કંપનીની ઇનોવા કાર સીલ્‍વર કલરની રજી. નંબર જીજે-૦૧-કે.ડી.-૩૩રર માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ૭પ૦ એમ. એલ. ની નંગ-૪૩ર કિ. રૂા. ૧,ર૯,૬૦૦ તથા એક ઇનોવા કાર કિ. રૂા. ૪,૦૦,૦૦૦ સહિત કુલ રૂા. પ,ર૯,૬૦૦ નો મુદામાલ કબ્‍જે કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

તેમજ રૂરલ એલસીબીએ જસદણ પો.સ્‍ટે. વિસ્‍તારમાં જસદણ ટાઉન બીટમાંથી મેહુલ ઉર્ફે રાજો લાલજીભાઇ કુભાણી રહે જસદણ કોઠીના નાલા પાસે તા.જસદણ વાળાનીવાડીની ઓરડીમાંથી વિદેશી દારૂ બોટલ નંગ ૩૦૭ તથા બિયર નંગ ૩૪ મળી કુલ ૩૪૧ બોટલ દારૂ કિ. ૧.ર૩ લાખનો મુદામાલ કબ્‍જે કરી આરોપી (૧) મેહુલ ઉર્ફે લાલજીભાઇ કુભાણીની શોધખોળ હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના એ.એસ.આઇ. મહેશભાઇ જાની, પો.હેડ કોન્‍સ. પ્રણયભાઇ સાવરીયા, પો.હેડ. કોન્‍સ. વાસુદેવસિંહ જાડેજા તથા પો.કોન્‍સ મથુરભાઇ વાસાણી તથા પો.કોન્‍સ. ભોજાભાઇ ત્રમટા તથા પો.કોન્‍સ. મહેશભાઇ સારીખડા તથા પો.કોન્‍સ. ભાવેશભાઇ મકવાણા તથા ડ્રા.પો.કોન્‍સ. સાહીલભાઇ ખોખર, રસીકભાઇ જમોડ, ઘનશ્‍યામસિંહ જાડેજા હેડ કો.નરેન્‍દ્રસિંહ રાણા, જયેન્‍દ્રસિંહ વાઘેલા, મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, રૂપકભાઇ બોહરા, પ્રહલાદસિંહ રાઠોડ તથા અમુભાઇ વિરડા અને નરેન્‍દ્રભાઇ દવે જોડાયા હતા.

 

(3:26 pm IST)