Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

કપાસીયા તેલમાં વધુ ૧પ રૂા. તૂટયા અને સીંગતેલમાં ૧૦ રૂા. વધ્‍યા

કપાસીયા તેલમાં ત્રણ દિવસમાં પ૦ રૂા. ઘટી ગયા

રાજકોટ, તા., ૩: ખાદ્યતેલોમાં  કપાસીયા તેલમાં મંદીનો દોર યથાવત રહયો છે. આજે વધુ ૧પ રૂપીયા ઘટયા હતા. જયારે સીંગતેલમાં આજે ૧૦ રૂપીયાનો ઉછાળો થયો હતો.

સ્‍થાનીક બજારમાં હાજર ઘરાકીના અભાવે કપાસીયા તેલના ભાવો સતત ઘટી રહયા છે. આજે વધુ  ૧પ રૂપીયાના ઘટાડા સાથે કપાસીયા તેલ લુઝના ભાવ ૧૧૬૦ રૂપીયા હતા તે ઘટીને ૧૧૪પ રૂપીયા થયા હતા. કપાસીયા ટીનના ભાવ ૧૯૮૦ થી ર૦૩૦ રૂપીયા હતા તે ઘટીને આજે ૧૯૬પ થી ર૦૧પ રૂપીયા થયા હતા. છેલ્લા ૩ દિવસમાં કપાસીયા તેલમાં ડબ્‍બે પ૦ રૂપીયાનો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે.

બીજી બાજુ સીંગતેલમાં  તેજીનો દોર યથાવત રહયો છે. આજે વધુ ૧૦ રૂપીયા વધ્‍યા હતા. સીંગતેલ લુઝના ભાવ ૧૬૪૦  રૂપીયા હતા તે વધીને ૧૬પ૦ રૂપીયા થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૭૨૦ થી ર૭૮૦ રૂપીયા હતા તે વધીને ર૭૩૦ થી ર૭૯૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

(3:22 pm IST)