Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ઇંગ્‍લેન્‍ડ અને સ્‍વીત્‍ઝરલેન્‍ડના ૩૩ બાળકોએ ગાંધી મ્‍યુઝિયમ નિહાળ્‍યું

જાન્‍યુઆરીમાં ૮૪ વિદેશી મુલાકાતીઓ સહિત કુલ ૫૯૦૫ મુલાકાતીઓએ મુલાકાત લીધી

રાજકોટ,તા. ૩ : મનપા દ્વારા શહેરના વોર્ડ નં.૭માં આલ્‍ફ્રેડ હાઇસ્‍કૂલના બનાવામાં આવેલ મહાત્‍મા ગાંધી મ્‍યુઝીયમ જાન્‍યુઆરી માસમાં ઇંગ્‍લેન્‍ડ અને સ્‍વીત્‍ઝરલેન્‍ડની સ્‍કુલના બાળકો સહિત કુલ ૮૪ વિદેશી સહિત કુલ ૫૦૦૦ મુલાકાતીઓ મુલાકાત લઇ મહાત્‍મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્‍ધાંતો ની માહિતી મેળવેલ છે.  આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ઓકટો. ૨૦૧૮માં મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્‍યું ત્‍યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૪૫,૫૪૪ મુલાકાતીઓએ મ્‍યુઝિયમની મુલાકાત લીધેલ છે. આ ઉપરાંત જાન્‍યુઆરી ૨૦૨૩ના માસમાં મનિષકુમાર ગુપ્‍તા, આઇ.પી. એન્‍ડ ટી.એ.એફ, ૨૦૦૭, મિનિસ્‍ટ્રી ઓફ કોમ્‍યુનિકેશન, ન્‍યુ દિલ્‍હી, ઇલેક્‍શન ઓબર્જવર, મીથેલેશ મિશ્રા, આઇ.એ.એસ બિહાર એડીશનલ સેક્રેટરી ફાઇનાન્‍સ ડીપાર્ટમેન્‍ટ તથા એસ.કે. ગોયલ, રીટાયર્ડ ચીજ જસ્‍ટીસ અલ્‍હાબાદ હાઇકોર્ટે સહિતના વિશિષ્‍ઠ મહાનુભાવો અને ઇંગ્‍લેન્‍ડ, સ્‍વીત્‍ઝરલેન્‍ડ, સ્‍પેન, રશીયા, જર્મની, યુ.કે., સાઉથ કોરીયા, મલેશિયા , જાપાન, ઓસ્‍ટ્રેલીયા સહિતના વિદેશી નાગરિકોએ પણ મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમની મુલાકાત લીધેલ છે.

(3:17 pm IST)