Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

એડવોકેટ કિરીટસિંહ જાડેજાની નોટરી તરીકે થયેલ નિમણુંક

રાજકોટ,તા.૩: મુળ ગામ લુંટાવદરના રહેવાસી અને છેલ્લા ૧૦ વર્ષ રાજકોટ ખાતે ક્રિમીનલ લોયર તરીકે પ્રેકટીસ કરતા ક્ષત્રિય યુવાન કિરીટસિંહ જટુભા જાડેજાની તાજેતરમાં ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુંક કરેલ છે. કિરીટસિંહ મળતા વળતા સ્‍વભાવના કારણે બહોળુ મિત્રવર્તુળ ધરાવતા સમાજ સેવાના ક્ષેત્રે નામના ધરાવતા હોય તેમની ભારત સરકારશ્રી દ્વારા નોટરી તરીકે નિમણુંક તથા સગા સંબંધી, મિત્રો, સિનિયર જુનિયર વકીલો અને પરીવારજનો તરફથી અઢવક શુભેચ્‍છાઓ મળી રહેલ છે. તેઓના પિતાશ્રી જટુભા વાઘુભા જાડેજા રાજકોટ રેલ્‍વે પોલીસમાં ફરજ બજાવીને હાલ નિવૃત જીવન વિતાવે છે. તેઓના મોટાભાઇ મહાવીરસિંહ જટુભાઇ જાડેજા વાંકાનેર ખાતે એડવોકેટ અને નોટરી તરીકે પ્રેકટીસ કરે છે. તેઓના મો.નં. ૯૮૨૫૬ ૨૬૧૪૧ ઉપર શુભેચ્‍છા મળી રહેલ છે.

(3:16 pm IST)