Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

માધાપરથી બેડી ચોક્‍ડી વચ્‍ચે રિક્ષા રોડ નીચે ઉતરી જતાં ચાલકને ઇજા

૧૦૮ની ટીમે બહાર કાઢી હોસ્‍પિટલે ખસેડયો

રાજકોટ તા. ૩: રેલનગર વીર સાવરકર આવાસ ટાઉનશીપમાં રહેતો સમીરભાઇ ખોડીદાસભાઇ રાઠોડ (ઉ.વ.૩૦) સવારે શ્રીશક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટની રિક્ષા હંકારીને માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતો હતો ત્‍યારે એડીબી હોટેલ નજીક રિક્ષા રોડ નીચે ઉતરી પલ્‍ટી ખાઇ જતાં ચાલક સમીર રિક્ષા નીચે દબાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી.

બનાવ સ્‍થળે લોકો ભેગા થઇ જતાં કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી. ઇએમટી મયુર ચોૈહાણ અને પાઇલોટ ભાવીન દવેએ તેને બહાર કાઢી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જૂણાચે બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

(3:14 pm IST)