Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

રવિવારે પૂનમ-રવીદાસ જયંતી નિમિતે ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિરે ઓશો ધ્‍યાનશિબિર-સંન્‍યાસ ઉત્‍સવ-સંતવાણી

ધ્‍યાન-ભજન-ભોજનના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાનો અનેરો અવસરઃ આયોજક-સંચાલક સ્‍વામિસત્‍યપ્રકાશ,સંતવાણી આયોજક બકુલભાઇ ટિલાવત(સ્‍વામી આનંદતીર્થ), સ્‍વામિ અમૃત ગગન(મહેષભાઇ જાદવ)ના જન્‍મ દિવસ નિમિતે જમ્‍બો કેક કટીંગ, લાફટર થેરાપી માસ્‍ટર સ્‍વામિ દેવરાહુલ(નિતિનભાઇ) દ્વારા હસીબા-ખેલીબા-ધરીબા-ધ્‍યાનમ, સહભાગીતા માટે નોંધણી શરૂ

રાજકોટઃ છેલ્‍લા ૩૭ વર્ષોથી ૨૪ કલાક ઓશો કાર્યોથી ધમધમતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિરે અવારનવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન સ્‍વામી સત્‍યપ્રકાશ કરી રહયા છે.

આગામીમાં તા.૫ને રવિવારના રોજ પૂનમ તથા રવિદાસ જયંતિ નિમિતે સ્‍વામિ સત્‍યપ્રકાશે ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિર પર સાંજના ૪થી રાત્રીના ૮ દરમ્‍યાન ઓશો ધ્‍યાનશિબિરનું આયોજન કરેલ છે. જેની રૂપરેખા આ પ્રમાણે છે. સાંજે ૪થી ૫ કુંડલીની ધ્‍યાન, સાંજે ૫.૧૫થી ૬ ઓશો હાર્ટ ડાન્‍સ, સાંજના ૬.૧૫થી ૬.૪૫ સ્‍વામી દેવરાહુલ દ્વારા હસીબા-ખેલીબા-ધરીબા ધ્‍યાનમ સાંજના ૬.૪૫થી ૭.૩૦ દરમ્‍યાન પૂનમ કિર્તન ઉત્‍સવ તથા  સંધ્‍યા સત્‍સંગ, રાત્રે ૭.૩૦થી ૮ સ્‍વામી અમૃત ગગન (મહેષ જાદવ)ના જન્‍મોત્‍સવ દરમ્‍યાન જન્‍મો કેક કટીંગ, રાત્રે ૮ વાગ્‍યે મહાપ્રસાદ(હરિહર)

રાત્રે ૮.૩૦થી ૧૨.૩૦ દરમ્‍યાન સંતવાણીના કાર્યક્રમનું આ બકુલભાઇ ટીલાવત(સ્‍વામી આનંદતીર્થ) તથા તેમના સાથી કલાકારો દ્વારા કરવામાં આવ્‍યુ છે. સાથી કલાકારોમાં ગૌતમભાઇ મકવાણા, દેવશીભાઇ ચુડાસમા, વિનોદભાઇ કલોલા, વિનુભાઇ નિમાવત, બળવંતસિંહ ગોહિલ, રાજુભાઇ, રસીકભાઇ મકવાણા તથા સ્‍વામી જગદીશભાઇ વગેરે કલાકારો દ્વારા વિવિધ સંતો-મહંતોની રચના રજુ કરી સાધકો તથા શ્રોતાજનોને ભકિતમાં લીન કરશે

સ્‍થળઃ ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિર, ગોંડલરોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪-વૈદ્યવાડી, ડીમાર્ટ પાછળ, રાજકોટ

વિશેષ માહિતી તથા એસએમએસ દ્વારા નામ નોંધણી કરાવવા માટે સ્‍વામિ સત્‍યપ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(4:23 pm IST)