Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

શ્રી વિશ્વકર્મા પ્રભુજીના દશાવતારની ઝાંખી : રેસકોર્ષ મેદાનમાં જીવંત દ્રશ્‍યોએ જમાવટ કરી : આરતી પૂજન

  રાજકોટ : ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા ચાલી રહેલ શતાબ્‍દી વર્ષની ત્રિદિવસીય ઉજવણીના અનુસંધાને ઉજવણીના બીજા દિવસે રેસકોર્સમાં તૈયાર કરાયેલ વિશ્વકર્માધામમાં વિશ્વકર્મા જયંતિની પૂર્વ સંધ્‍યાએ દિનેશ ગજજર લીખીત અને જયંત ગજજરના ગીત સંગીત સાથે શ્રી સાંઇ આર્ટના રાકેશ કડીયા અને તેમના ગ્રુપના ૪પ કલાકારો દ્વારા શ્રી વિશ્રકર્મા પ્રભુજીના દશાવતારની ઝાંખી કરાવતો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જે હજારો લોકોએ માણ્‍યો હતો. પ્રથમ વખત રજુ થયેલ કાર્યક્રમને સમગ્ર સમાજે જય વિશ્વકર્માના જયદ્યોષ સાથે વધાવી લીધો હતો. ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ રસીકભાઇ બદ્રકિયા, અધ્‍યક્ષ મુકેશભાઇ વડગામા, ટ્રસ્‍ટીઓ, કારોબારી સભ્‍યો અને વિવિધ સંસ્‍થાના હોદ્દેદારોના હસ્‍તે દીપ પ્રાગટય થયા બાદ વિશ્વકર્મા પ્રભુજીના દશ અવતારો વિરાટ વિશ્વકર્મા, ભૂમાદેવ વિશ્વકર્મા, પ્રભાસ વસુના પુત્ર ત્‍વષ્ટા વિશ્વકર્મા, કશ્‍યપ ઋષીના પુત્ર ત્‍વષ્ટા વિશ્વકર્મા, દેવશીલ્‍પી વિશ્વકર્મા, જગદગુરૂ વિશ્વકર્મા, તિલોતમા સર્જક વિશ્વકર્મા, પ્રજાપતિ વિશ્વકર્મા અને અંગીરાવંશી વિશ્વકર્મા એમ દશેય અવતારના કાર્યને સ્‍ટેજ પર જીવંત રજુ કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમના અંતે દશેય અવતારોનું હોદ્દેદારો ટ્રસ્‍ટીઓ અને કારોબારી સભ્‍યો દ્વારા પુજન કરવામાં આવેલ. બાદમાં  હજારો લોકોએ મોબાઇલ લાઇટથી આરતી ઉતારીત્‍યારે અદભુત દૃશ્‍ય સર્જાયુ હતું. કાર્યક્રમ બાદ દિગ્‍દર્શન રાકેશ કડીયા સહિતના ૪પ કલાકારોની ઓળખ આપી તમામને અભિનંદન અપાયા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા હોદ્દેદારો, સભ્‍યોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન નીતિન બદ્રકિયાએ કર્યું હતું.

(3:05 pm IST)