Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

સાયકલ રેલીના માધ્યમથી 'ઇંધણ બચાવો' સંદેશ પ્રસરાવાયો

રાજકોટ : ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા દર વર્ષે 'સંરક્ષણ ક્ષમતા મહોત્સવ'નું આયોજન કરવામાં આવે છે. તે અંતર્ગત શહેરન સાયકલીંગ સંસ્થા રાજકોટ રેન્ડોનીયર્સ દ્વારા એલ.પી.જી. યુનિટના સહયોગથી એક સાયકલ રેલી યોજવામાં આવી હતી. જેના માધ્યમથી 'ઇંધણ બચાવો' સંદેશો પ્રસરાવાયો હતો. કોરોના ગાઇડલાઇનના પાલન સાથે યોજાયેલ આ રેલીમાં મર્યાદીત સાયકલ સવારોને પ્રવેશ અપાયો હતો. ભાગ લેનાર દરેકને ટીશર્ટ, માસ્ક, સેનેટાઇઝર, સર્ટીફીકેટ સહીતની ભેટ અપાયેલ. સાયકલ રેલીને ભારત ગેસના ટેરીટરી મેનેજર મહેશ કામ્બલે, ટેરીટરી કો-ઓર્ડીનેટર અજયભાઇ, રાજકોટ રેન્ડોનીયર્સના પરાગ તન્ના, અલ્ટ્રા સાયકલિસ્ટસ પરેશ બાબરીયા, વિજય દોંગા, સત્યજીત ગેસના વિજય પારેખ, ભારત ગેસના શુભમ ગોયલ, ઉમેશ કાગડે સહીતનાઓએ ફલેગ ઓફ કરી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવેલ. ભારત સાયકલ, નાના મવા મેઇન રોડથી શરૂ થઇ આ સાયકલ રેલી ૧૦ કિ.મી.ના નિયત રૂટ પર ફરી હતી. સમગ્ર સંચાલન બિગ એફએમના આર. જે. વિનોદે કરેલ. આયોજનમાં ભારત સાયકલના અનિકેત રૂપારેલ અને શ્રીમતી જીજ્ઞા રૂપારેલનો સહયોગ મળ્યો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા દીપા થડેશ્વર, હિતેશ વાગડીયા, દિવ્યેશ પટેલ, રાજેશ ઘેલાણી, ધર્મેશ ટાંક, અમિત ટાંક, સંજય લખાણા, સંદીપ મારૂ, રાહુલ દેસાઇ, વિકાસ ગુલાટી, રસિક કોટડીયા, ભાર્ગવ ઉમરેટીયા, દિનેશ ચોટલીયા, હાર્દીક પરમાર, નીતા ટીલવા, આનંદ કોટક વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:18 pm IST)