Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

૨૯મી ગુજરાત સ્ટેટ એકવાથલોન ચેમ્પિયનશીપનું સમાપન : વિજેતાઓ જાહેર

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વીમીંગ એસોસીએશન અને ગુજરાત સ્ટેટ એકવાથલોન / ટ્રાયથ્લોન એસોસીએશનના સંયુકત ઉપક્રમે આયોજીત ૨૯મી ગુજરાત સ્ટેટ એકવાથલોન ચેમ્પિયનશીપનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઓલિમ્પિક સાઈઝ ૧૦ લેનના સ્વીમીંગ પુલમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. સમાપન કાર્યક્રમમાં રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વીમીંગ એસોસીએશનના પ્રમુખ ઉમેશભાઈ રાજયગુરૂ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ ઓફ બોર્ડ ડિરેકટર અંકિતભાઈ ઉપાધ્યાય હાજર રહ્યા હતા.

વિજેતાઓએ સીનીયર ભાઈઓમાં (૧) ભાર્ગવ સેઈલર - સુરત શહેર, (૨) વિરેન સેટે - બરોડા શહેર (૩) હેતાંશ ગઢીયા - રાજકોટ શહેર, સીનીયર બહેનો - (૧) મોનિકા નાગ્પુરે - સુરત શહેર (૨) રિદ્ધિ કદમ - બરોડા શહેર, જુનિયર ભાઈઓ - (૧) કરણ નાગ્પુરે - સુરત શહેર (૨) કૃણાલ ગોસ્વામી - રાજકોટ શહેર (૩) નીતાઈ રાંદેરીયા - સુરત શહેર, જુનિયર બહેનો - (૧) સિલ્કી નાગ્પુરે - સુરત શહેર (૨) દર્શના સેઈલર - સુરત શહેર (૩) વિશ્વા  પરમાર - રાજકોટ શહેર. આ બધા ખેલાડીઓને સર્ટીફીકેટ ઉમેશભાઈ રાજયગુરૂ, સેક્રેટરી બંકીમભાઈ જોષી, દિનેશભાઈ હાપાણી, પ્રકાશભાઈ કલોલાના હાથે એનાયત કરવામાં આવેલ હતા.

આ સ્પર્ધાને સફળ બનાવવા માટે ગુજરાત સ્ટેટ એકવાથલોન / ટ્રાયથ્લોન એસોસીએશનમાંથી સેક્રેટરી રસ્મીનભાઈ સોની, દિનેશભાઈ હાપાની, પ્રકાશભાઈ કલોલા, અમિત સોરઠીયા, સાવન પરમાર, નિમિષ ભારદ્વાજ, હિરેન ગોસ્વામી, અશોકભાઈ અઢીયા, દિનેશભાઈ રાઠોડ, બહેનોમાં પાયલ કાચા, મેત્રી જોષી, અલ્કાબેન ચાવડા, ભુપેન્દ્રભાઇ પરીખ, જયદેવભાઈ શુકલા, આદિત્ય રાઉત, મુકેશ ધોરળયા, કિશન, વિશાલ, જય પરમાર, અરબાઝ ખાન, ભરતભાઈ જાની, નરેન્દ્રભાઈ ટાંક, મનસુખભાઈ કોલાદ્રા, પ્રવિણભાઈ ટાંક, પંકજભાઈ નાગર, હુશેનભાઈએ જહેમત ઉઠાવી હતી.

(3:46 pm IST)