Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

કેન્દ્રીય બજેટમાં અર્થતંત્રને વેગવંતુ બનાવવા કોઇ જોગવાઇ નહી : પ્રજા લુંટાશે : કોંગ્રેસ

ઓટો ઉદ્યોગને જી.એસ.ટી. રાહત ન મળી : સોનુ, ઘડિયાળ, બ્રાસપાર્ટમાં ડયુટી ન ઘટાડાઇ : વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની બજેટ અંગે તીખી પ્રતિક્રિયા

રાજકોટ તા. ૩ : કેન્દ્રીય બજેટમાં અર્થતંત્રને વેગવંતુ બનાવવા કોઇ જોગવાઇ નહી હોવાનું અને સામાન્ય પ્રજાને કોઇ ફાયદો નહી અપાયાનું વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

કેન્દ્રનું બજેટ ૨૦૨૦-૨૧ એ લોકોને લૂંટનારુંઙ્ગબજેટઙ્ગ છે. ખેડૂતો ને ફરી એક વાર ખોટા સપના દેખાડી રહ્યા છે. LIC, PPF, મેડીકલેમ, NSCઙ્ગ જેવી સંસ્થાઓમાંઙ્ગ રોકાણો બાદ આપવાનું બંધ કરેલ છે. સૌરાષ્ટ્ર ને આ બજેટ થી કોઈ ફાયદો થયો નથી નિર્મલા સીતારામન ના આ બજેટ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છાપ વધુ ખકરડાઈ છે , આ બજેટ થી સામાન્ય લોકો ખૂબ નારાજ છે.

નાણામંત્રી એ ટેકસના માળખાને સરળ બનાવવા ને બદલે વધારે જટિલ બનાવ્યા છે જેથી આ બજેટમાં રિયલ એસ્ટેટ, નિકાસ કેઙ્ગ ક્રેડીટ ગ્રોથ માં રોકાણકારો આવવાની શકયતા ખૂબ જ ઓછી છે કારણકે, આ બજેટમાં અર્થતંત્રને વેગ મળે તેવા કોઈ પગલાં લીધા નથી, આ બજેટમાં ખાદ્ય ઘટાડવા માટે કોઈ પગલાં લીધા નથીઙ્ગ બજારમાં સરકાર કાયમ હસ્તક્ષેપ કરતી હોવાથી ફાયદાને બદલે નુકશાન વધારે જોવા મળે છે. ઉપરાંત દેશનાઙ્ગ જી.ડી.પી. માં ઉત્પાદન ક્ષેત્રનું યોગદાન વધારવાના આ બજેટમાં કોઈ જોગવાઈ દેખાતી નથી.

ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એન્જીનીયરિંગ ઓટોઙ્ગ ઉદ્યોગને ૨૮% જીએસટી માં રાહત ન મળતા તેમજ ઘડિયાળ, બ્રાસપાર્ટ ,તેમજ સોના ઉપર ડ્યુટી ન ઘટતાં આ સૌરાષ્ટ્રના મુખ્ય ઉદ્યોગો મંદીની ઝપટમાં વધારે સપડાયેલ છે. એટલું જ નહી ખેડૂતોને ડબલ ભાવ કરવાની લાલચ આપી પરંતુ, હકીકતમાં ઓર જ છે તેલીબિયાં ના ઉત્પાદન વધે તે માટે કોઈ નકકર પગલાં નથી જેવાકેઙ્ગ પ્રી ટ્રેડ કરારો હેઠળ વિવિધ દેશોમાંથી આયાત કરાવા આવે છે જે તેલની સામે આપણું સિંગ તેલ મોંઘુ હોય છે એટલે લોકોની અન્ય દેશમાંથી આવતા તેલની માંગ વધી છે. ખેડૂતો આપણને સસ્તું તેલ આપી શકાય તેમ નથી કારણકે, ઉત્પાદન ખર્ચ જ વધારે થાય છે એટલે પોસાતું નથી.

જ્યારે ખેડૂતોને દેશમાંઙ્ગલોન માફ કરાઈ રહી છે ત્યારે વ્યાજ માટેની સબસીડીનો વિષય જ વિરોધાભાસ જન્માવે છે. બજેટમાં જાહેર કરેલ કૃષિ ઉડાન તેમજ કિસાન રેલ જેવી યોજના વધારે ખર્ચાળ બની ન જાય તેમજ કૃષિક્ષેત્રના વિકાસની વાતો પરિણામ લક્ષી બને તે જરૂરી છે તેવું અંતમાં રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાએ જણાવ્યું છે.

(3:38 pm IST)