Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

આર્થિક વિકાસ ખેંચી લાવતુ બજેટ, ૧૬ સુત્રિય કાર્યક્રમ દ્વારા ખેડુતોની આવક બમણી થશે : મોહનભાઇ કુંડારીયા

સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બજેટ : ભંડેરી-ભારદ્વાજ જન જનની આકાંક્ષા પૂર્ણ : મિરાણી

રાજકોટ તા. ૩ : સાંસદ મોહનભાઇ કુંડારીયાએ કેન્દ્ર સરકારના બજેટને આર્થિક વિકાસ ખેંચી લાવનારનું ગણાવી જણાવેલ છે કે બજેટમાં ખેડુતો માટે ૧૬ સુત્રિય જાહેરાતો કરાઇ છે. તેનાથી ખેડુતોની આવક બમણી થશે. ઇન્ફ્રામાં રોકાણ ઉપર  ૧૦૦ ટકા ડીવીડન્ટ ટેકસછુટ, સ્ટાર્ટઅપ માટે ૨૫ કરોડના ટર્નઓવરની મર્યાદા હવે ૧૦૦ કરોડ કરાઇ છે. નવી રોજગારીથી લોકોની આવક વધશે. ઔદ્યોગિક, વેપાર, શિક્ષણ, રેલ્વેનો વિકાસ, નવી સડકો, રેલ્વે રસ્તાઓ વગેરે તમામ ક્ષેત્રોને આવરી લઇ અર્થવ્યવસ્થા વધુ મકકમ અને ઝડતી બનશે. તેમ મોહનભાઇ કુંડારીયાએ જણાવેલ છે.

દરમિયાન ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે બજેટનો પ્રતિભાવ વ્યકત કરતા જણાવેલ છે કે  લોકકલયાણકારી અને લોકહીતકારી યોજનાઓથી લોકોનું જીવનધોરણ બદલાશે. સમાજના દરેક વર્ગને રાહત અપાઇ હોય બજે સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બની રહ્યાનું ધનસુખ ભંડેરી અને નિતીન ભારદ્વાજે જણાવેલ છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે સંયુકત યાદીમાં બજેટને આવકારતા જણાવેલ છે કે છેવાડાના લોકોને લાભ મળે તે રીતની યોજનાઓથી જન જનની આશા અને આકાંક્ષાઓ પરીપૂર્ણ થઇ છે. ગરીબો, પીડીતો, શોષીતો, વંચિતો, ખેડુતો માટે અનેકવિધ રાહતરૂપ જાહેરાતો બજેટમાં થઇ હોવાનું અંતમાં કમલેશ મિરાણી તેમજ શ્રી માંકડ, શ્રી કોઠારી, શ્રી રાઠોડે જણાવેલ છે.

(3:36 pm IST)