Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

આટકોટના બેલડા - દેવપરામાં વીજ ટીમો ત્રાટકી બેલાની ખાણમાં ત્રણ ડાયરેકટ વીજચોરી ઝડપાઇ

કુલ ૬૩ લાખના બીલો ફટકારાયા : વીજીલન્સ ઇજનેર ડોબરીયા અને તેમની ટીમોનો સપાટો

રાજકોટ તા. ૩ : ચોક્કસ બાતમી બાદ વીજતંત્રની વીજીલન્સ ટીમોએ આટકોટ સબ ડિવીઝન દેવધરી (બેલડા) અને દેવપરા ગામે ત્રાટકી બેલાની ખાણમાં ડાયરેકટ ટીસીમાંથી લેવાયેલ વીજચોરી ઝડપી લઇ ૬૩ લાખથી વધુના બીલો ફટકારી એક સામે પોલીસ ફરીયાદ દાખલ કરતા સન્નાટો પ્રસરી ગયો છે.

 

જીઇબી વીજીલન્સના એકઝી. ઇજનેર વી.એલ.ડોબરીયા અને તેમની ટીમોએ દેવધરીમાં ગોવિંદભાઇ પડાયાએ બેલાની ખાણ માટે, તો દેવપરામાં રાજુભાઇ જેતપરા અને ધીરૂભાઇ જેતપરાએ બેલાની ખાણ માટે ડાયરેકટ વીજ જોડાણ લીધાનું અને વીજચોરી થતી હોવાનું ખુલ્યું હતું, પરિણામે કનેકશનો કાપી નાંખી ત્રણેયના થઇને કુલ ૬૩ લાખના બીલો ફટકારી, ધીરૂભાઇ જેતપરા સામે પોલીસ ફરીયાદ દાખલ કરાયાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

(3:25 pm IST)