Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

કાલે સાયકલોફન : ૭૫૦ સાયકલ સવારો સજજ

ફન માટે ૫૦ કિ.મી. નો રન : બાલભવન ગેઇટથી સવારે પ્રસ્થાન : ૨૦ બાળાઓને નિઃશુલ્ક સાયકલ અપાશે

રાજકોટ તા. ૩ : રોટરી મીડટાઉન લાઇબ્રેરી દ્વારા રાજકોટ સાયકલ કલબ અને સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી કાલે તા. ૪ ફેબ્રુઆરીના રવિવારે સાયકલો ફન-૨૦૧૮ નું આયોજન કરાયુ છે.

ફકત આનંદ માટે સાયકલ ચલાવવી તેવા મતલબથી આ આયોજીત આ સાયકલો ફનમાં ૭૫૦ નાના મોટા લોકોએ એન્ટ્રી નોંધાવી છે. જેઓએ કાલે સવારે પ.૩૦  વાગ્યે રીપોર્ટીંગ કરવા જણાવાયુ છે . સવારે એ.જી. કચેરી સામેના બાલભવન ગેઇટથી સાયકલ સવારોને પ્રસ્થાન કરાવાશે.

આ ઇવેન્ટમાં ૩ કલાકમાં ૫૦ કિ.મી.નું અંતર નિરધારીત રૂટ ઉપર પૂર્ણ કરવાનું હોય છે. તેમાંથી લકકી વિનર જાહેર કરી આકર્ષક ઇનામો અપાય છે.

સાયકલ ઇવેન્ટને સામાજીક સંસ્થાઓનો પણ સહયોગ મળેલ છે. સાયકલ સવારીના ૫૦ કિ.મી.ના રૂટ પર નિરધારીત અંતરે પાણી તેમજ મેડીકલ જેવી વ્યવસ્થા કરાઇ છે. રાઇડરોને ટી-શર્ટ અને સાયકલીંગ હેલ્મેટ અપાશે.

સામાજીક જવાબદારીના ભાગરૂપે રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન (ફોન ૦૨૮૧ ૨૪૫૪૫૩૭)  તથા ગોપાલ નમકીનના ચેરમેન બિપીનભાઇ હદવાણીના સહયોગથી કોર્પોરેશનની શાળામાં અભ્યાસ કરતી ગરીબ વિસ્તારની ૨૦ બાળાઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ કરાશે. તેમ રોટરી કલબ લાયબ્રેરીના પ્રોજેકટ ચેરમેન દિવ્યેશ અધેરાની યાદીમાં જણાવાયુ છે.

(6:18 pm IST)