Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

રસિકભાઈના નિધનથી રાજકોટે એક બહુમુખી પ્રતિભા વ્યકિત ગુમાવીઃ વિજયભાઈ

દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા યોજાયા ભાવાંજલી કાર્યક્રમ

રાજકોટઃ માણસ કેટલું જીવ્યો એના કરતા કેવું જીવ્યોએ સૌથી અગત્યનું છે. ઘણા લોકોનું જીવન અન્ય માટે પ્રેરણારૂપ હોય છે. રસિકભાઈ મહેતાના નિધનથી સામજે એક સારો કવિ, લેખક, દાતા, સાહિત્યપ્રેમી કલારસીક સ્વજન ગુમાવ્યો છે. સમાજને રસીકભાઈના નિધનથી બહુ મોટી ખોટ પડી છે. રાજકોટને ભાગોળે ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમ દ્વારા રસીકભાઈ મહેતાને ભાવાંજલી આપવાનો એક સાદગીભર્યો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાના નિર્ધારીત કાર્યક્રમ ન હોવા છતા ભાવાંજલી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સંસ્કાર અને સદગુણનો પરિચય આપ્યો હતો. તેઓએ જણાવેલ કે રસિકભાઈ જાહેર જીવનનું બહુ મોટું નામ હતુ, કલા પ્રેમી અને સાહિત્યના ઉંડા અભ્યાસુ રસિકભાઈએ અસંખ્યા સેવા સંસ્થાઓને જીવન પર્યત ટેકો આપ્યો હતો.  તેઓ ખરા અર્થમાં મુલ્યોના માનવી હતા. તેમના નિધનથી તેમના પરિવારને જ નહીં પરંતુ સમાજને પણ બહુ મોટી ખોટ પડી છે. ''દીકારાનું ઘર''ના સ્થાપક ચેરમેન મુકેશ દોશી અને અનુપમ દોશીએ પણ શાબ્દીક શ્રદ્ધાંજલી અર્પણ કરી ભાવવંદના હતી. આ ભાવાંજલી કાર્યક્રમમાં ધારાસભ્ય    ગોવિંદભાઈ પટેલ, મહિલા મોરચાના પ્રભારી  અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપના અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, કલેકટર ડો.વિક્રાંત પાંડે, ઉદ્યોગપતિ શીવલાલભાઈ આદ્રોજા, ડો.નિદત્ત બારોટ, હરદેવસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમની વ્યવસ્થા સુનીલ વોરા, નલીન તન્ના, હાર્દિક દોશી, અશ્વિનભાઈ પટેલ, હસુભાઈ રાચ્છ, કોમુ માઝી સહિતના કાર્યકરોએ સંભાળી હતી. આ પ્રસંગે ભકિત સંગીતનો કાર્યક્રમ પણ યોજાયો હતો.(૩૦.૬)

(4:09 pm IST)