Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ઇન્ડોર સ્ટેડીયમમાં દેશભકિત

મહાનગરપાલિકા નિર્મિત સરગમ કલબ સંચાલિત વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમમાં પ્રજાસત્તાક પર્વે રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશભકિત અદા કરાઇ  હતી. અહીં વિવિધ વિભાગોના ખેલાડીઓ ધ્વજ વંદનામાં જોડાયા હતા. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, રાકેશભાઇ પોપટ,  ઇન્ડોર સ્ટેડીયમના ઇન્ચાર્જ જયેશભાઇ વસા, કમિટિ મેમ્બર્સ જયદીપસિંહ જાડેજા, મહાપાલીકાના ઓએસડી નિરવભાઇ વ્યાસ, ડે. એન્જી. શ્રી ભટ્ટ, શહેરથી રાષ્ટ્ર કક્ષા સુધી રમી ચુકેલા ખેલાડીઓએ  રાષ્ટ્રગીત સમયે ઉપસ્થિત રહી સલામી આપી હતી.  'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારાઓથી આખુ પરિસર ગજાવી દેવાયુ હતુ. સમગ્ર સંચાલન પ્રફુલભાઇ સંઘાણીએ કર્યુ હતુ.

(4:09 pm IST)
  • અમદાવાદના ચાણકય બ્રીજ પાસે મારૂતિ વાન ભળભળ સળગી : કોઈ જાનહાની નથી access_time 5:54 pm IST

  • 'ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ' (AIMPLB)નાં 'મોડલ નિકાહનામાં' માં નિકાહ દરમિયાન પતી દ્વારા પોતાની પત્નીને ભવિષ્યમાં ક્યારેય એક સાથે ત્રણ તલ્લાક નહી દયે તેવું લેખિતમાં સોગંધ લેવાની જોગવાઈ ઉમેરવાની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. ૯ ફેબ્રુઆરીએ હેદરાબાદમાં શરૂ થનારી બેઠકમાં આ સુધારેલા મોડેલ નિકાહનામાં પર વિચાર-વિમર્શ થશે. access_time 12:57 am IST

  • જમ્મુ કાશ્મીરના બારામુલામાંથી બે આતંકીઓ ઝડપાયા : સુરક્ષાદળોએ બંને આતંકીઓની કરી ધરપકડ : તેઓએ પાકિસ્તાનમાં ટ્રેનીંગ લીધી હોવાનું ખુલ્યુ access_time 5:55 pm IST