Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ગુરૂજન સોસાયટીના સભાસદોને શેર સર્ટીફીકેટ ઇસ્યુ કરવા લવાદ કોર્ટનો હુકમ

રાજકોટ તા.૩ : અત્રેની ગુરૂજન સોસાયટીની સુચિત જમીનમાં વસતા સભાસદોને શેરસર્ટી ઇસ્યુ કરવા અને જમીન ટાઇટલ કલીયર કરાવી આપવા સોસાયટીના હોેદેદારો સામે હુકમ ફરમાવેલ છે.

હકીકત એવી છે કે, રાજકોટ શહેરમાં કોઠારીયા રોડ ઉપર ગુરૂજન કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી આવેલ છે. સોસાયટીમાં સભાસદોએ સભ્ય ફી, શેર ફી, જમીન ફાળાની રકમ, ડેવલપમેન્ટ ફી વગરે ભરપાઇ કરેલ સોસાયટીએ એકર ર-૦૦ ગુંઠા જમીન ખરીદ કરેલ અને ત્યારબાદ સોસાયટીએ ખેડવાણ જમીન એકર ૧-૦૧ ગુંઠા ખરીદ કરેલ. શહેરી જમીન ટોચ મર્યાદા ધારો અમલમાં હોવાથી એકર-૧-૦૧ ગુંઠાનો દસ્તાવેજ વગર નોંધ્યે પેન્ડીંગ રહેલ. સોસાયટીના સભાસદો પૈકીના કુલ-ર૮ જેટલા સભાસદોને આ જમીન ઉપર આશરે રપ વર્ષ પહેલા ત્રાહીત વ્યકિતઓ મારફત દબાણ ઉભુ કરી પેશકદમી થતા જે તે સમયના હોદેદારોએ સદરહું જમીનનો કબજો સભાસદોને સોંપેલ અને ત્યારથી સભાસદો રહેણાંકના મકાનો બાંધી રહે છે.

સોસાયટી દ્વારા જે સભાસદો પાસેથી શેર ફીની રકમ વસુલ લીધેલ હોય, તેવા તમામ સભાસદોને સોસાયટીએ શેર સર્ટીફીકેટ આપવું જરૂરી હોવા છતા નહિ આપતા અને સભાસદોને સોસાયટી મીટીંગમાં હાજર રહેવા કે અન્ય કોઇ કામગરીમાં સભાસદ તરીકેના હકકો ભોગવતા અટકાયત અવરોધ કરવામાં આવતા. જેથી સોસાયટીના સભાસદ સવજીભાઇ નથુભાઇ પટેલ તથા જેરામભાઇ મોહનભાઇ વોરાએ અહિંની લવાદ કોર્ટ સમક્ષ રાજકોટના નિલેશ જી.પટેલ મારફત લવાદ કેસ દાખલ કરેલ.

આ લવાદ કેસ ચાલી જતા રાજકોટની લવાદ કોર્ટના જજ પી.કે. મકવાણાએ સભાસદોનો દાવો મંજુર કરી સોસાયટી વિરૂધ એવો હુકમ ફરમાવેલ છે કે સોસાયટીના જે સભાસદોને શેર સર્ટીફીકેટ આપવામાં આવેલ નથી તેઓને શેર સર્ટીફીકેટ આપવા. સોસાયટીની મીટીગોમાં સોસાયટીએ કરેલ કાર્યવાહીઓની જાણકારી સોસાયટીના તમામ સભાસદોને આપવી, વાર્ષિક સાધારણ સભા તેમજ મીટીંગોમાં સભાસદોને હાજર રહેતા અટકાવવા નહિ, મતાધીકાર તેમજ ચુંટણીમાં ભાગ દેતા અટકાયત અવરોધ કરવો નહિં. તેમજ સોસાયટીની જમીનનો વેચાણ દસ્તાવેજની નોંધણી કરાવી જમીન રેગ્યુલરાઇઝ કરાવી સભાસદોને સનદ વીગેરે નિયમોનુસારના ટાઇટલ દસ્તાવેજો આપવા તેવો સોસાયટીના હોદેદારો સામે હુકમ ફરમાવેલ. આ દાવામાં સવજીભાઇ પટેલ તથા જેરામભાઇ વોરા તરફથી રાજકોટ નિલેશ જી.પટેલ એડવોકેટ રોકાયોલા હતા. (૬.૧૬)

(4:06 pm IST)