Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ખંઢેરી પાસે કન્ટેઇનર ડેપો બનાવો : ચેમ્બર

રાજકોટ : સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને વેગ મળે તે માટે એકસપોર્ટ ઇમ્પોર્ટ માટે આઇ.સી.ડી. (ઇનલેન્ડ કન્ટેઇનર ડેપો) રાજકોટમાં બનાવવાની માંગણી સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પદાધીકારીઓ પ્રમુખ શિવલાલ બારસીયા, ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા, માનદ મંત્રી વી. પી. વૈષ્ણવે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની રૂબરૂ મુલાકાત લઇ જામનગર રોડ પર ખંઢેરી સ્ટેડીયમ પાસે પરાપીપળીયા ખાતે બધુ અનુકુળતા હોય ત્યાં આઇ.સી.ડી. થઇ શકે તેમ હોવાનું સુચન કર્યુ હતુ. તેમજ આ પ્રોજેકટ માટે જમીનના જે ભાવ નકકી કરાયા છે તે ભાવમાં શકય ન હોય થોડી ફેર વિચારણા કરી પ્રોજેકટને વહેલીતકે સાકાર કરવા ધ્યાન દોરવામાં આવ્યુ હતુ.

(4:05 pm IST)