Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ગામેગામના કારીગરોએ બનાવેલ અદ્ભૂત વસ્તુઓનો હસ્તકલા મેળોઃ રેસકોર્ષમાં પ્રારંભ

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ દ્વારા રેસકોર્ષ આર્ટ ગેલેરીમાં યોજાયેલ 'સૌરાષ્ટ્ર કુટિર હસ્તકલા મેળા'નું ઉદ્ઘાટન નાયબ મ્યુનિસિપલ કમિશ્નર ઉદ્ઘાટન શ્રી અરૂણ મહેશ બાબુના હસ્તે થયેલ. આ પ્રસંગે કે.ડી.હાપલિયા, જીજ્ઞેશ પટેલ, ડી.એસ.પ્રજાપતિ, ડી.પી.પરમાર, ડો. સ્નેહલ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી

રાજકોટ તા. ૩ : ગુજરાત રાજયના ઉધોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશ્નર કુટિર અને ગ્રામોધોગના નેજા હેઠળ (ઇન્ડેક્ષ્ટ-સી) ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ કાયર્િાન્વત છે. ઇન્ડેક્ષ્ટ-સી નો મૂળભુત હેતુ ગુજરાત રાજયના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોધોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડી તેમની આજીવીકામાં વધારો કરવાનો તથા રાજયના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપુર્ણ કલા વારસાને પ્રદર્શન અને નિર્દશન કરવાનો છે. તે અંતર્ગત  કમિશ્નરશ્રી, કુટિર અને ગ્રામોધોગ હસ્તક કાર્યાન્વિત ગુજરાત રાજય ખાદી ગ્રામોધોગ બોર્ડ, ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લી., ઇન્ડેક્ષ્ટ-સી, ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા તથા ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશન લી. સાથે સલંગ્ન વ્યકિતગત કારીગરો/હસ્તકલા-હાથશાળ મંડળીઓ/સ્વૈચ્છીક સંસ્થાઓ/સ્વસહાય જુથો/સખી મંડળો અને કલસ્ટર્સને સ્ટોલ ફાળવી સીધુ બજાર પુરૂ પાડવાના ઉમદા આશયથી ભાવનગર  ની વિવેકી, રસીક અને કલા પારખુ પ્રજા માટે 'સૌરાષ્ટ્ર કુટિર હસ્તકલા મેળો-૨૦૧૮'નું આયોજન એનર્જી પાર્ક, આર્ટ ગેલેરી પાસે, રેસકોર્ષ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.

જેમાં હાથશાળ, હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ, વાંસના રમકડા, પેચ વર્ક, ઇમીટેશન જવેલરી, હાથ બનાવટના ચંપલ, અકીકની આઇટમો, માટીની વિવિધ  ચીજવસ્તુઓ જેવી કે ફલાવર પોટ, માટીના ઘરેણા વિગેરે વુડન વોલપીસ, ચામડાના રમકડા, ગૃહઉધોગ, હાથશાળ તથા હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ કારીગરો દ્વારા આવી રહ્યું છે. આ મેળામાં રાજ્યના ૨૬ જિલ્લાના ૧૨૭ કારીગરો દ્વારા પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાના ૨૫ કારીગરો ભાગ લઇ રહ્યા છે.

ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા રાજકોટ ખાતે ફલાવર શોની સાથે સાથે આ સૌરાષ્ટ્ર કુટીર હસ્તકલા મેળો-૨૦૧૮ આગામી શિવરાત્રીના મહાપર્વને ધ્યાને રાખીને હાથશાળ - હસ્તકલા અને કુટીર ઉદ્યોગના કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી તા. ૧ થી તા. ૧૩મી સુધી યોજેલ છે. મેળાના મુલાકાતીઓનું સ્વાગત કચ્છીઘોડીથી કરવામાં આવે છે તેમજ રાવણ હથ્થો - ઢોલકવાદકનું લોકસંગીત દિવસ દરમિયાન તેમજ રાત્રીના ૧૦ સુધી રાજકોટ નગરજનો આનંદ માણી રહ્યા છે.

મેળાનું ઉદ્ઘાટન રાજકોટ મહાપાલિકાના ડે.કમિશ્નર અરૂણ મહેશ બાબુના હસ્તે કરવામાં આવેલ. જેમાં પાકર્સ એન્ડ ગાર્ડ - રાજકોટના ડાયરેકટર કે.ડી. હાપલીયા, અમદાવાદના ડાયરેકટર જીજ્ઞેશ પટેલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર - રાજકોટના જનરલ મેનેજર ડી.એસ.પ્રજાપતિ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર - પોરબંદરના જનરલ મેનેજર ડી.પી.પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સુંદર મેળાનું આયોજન ઇન્ડેક્ષ્ટ-સીના ડાયરેકટર પી.જી.પટેલના માર્ગદર્શન હેઠળ મેનેજર આર.આર.જાદવ દ્વારા કરેલ છે અને જેનું સંચાલન માર્કેટીંગ મેનેજર ડો. સ્નેહલ મકવાણા કરી રહ્યા છે. રાજકોટના ઉત્સવ અને કલાપ્રેમી નગરજનોને સૌરાષ્ટ્ર કુટીર હસ્તકલા મેળાની અચૂક મુલાકાત લઇ કારીગરોને પ્રોત્સાહિત કરવા ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા ભાવભર્યું આમંત્રણ અપાયેલ છે.(૨૧.૨૬)

(4:04 pm IST)
  • વેરાવળના ડાભોર ગામે નવજાત બાળકી મળી : બાવળની જાળીમાં કોઈએ તરછોડી દીધેલી માસૂમ બાળકીને પોલીસે સારવાર હેઠળ ખસેડી access_time 5:54 pm IST

  • જમ્મુ કાશ્મીરના બારામુલામાંથી બે આતંકીઓ ઝડપાયા : સુરક્ષાદળોએ બંને આતંકીઓની કરી ધરપકડ : તેઓએ પાકિસ્તાનમાં ટ્રેનીંગ લીધી હોવાનું ખુલ્યુ access_time 5:55 pm IST

  • વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પૂર્વ વિદ્યાર્થીએ હેડ ઓફીસમાં આગ લાગી : ફાયર ફાઈટરો ઘટનાસ્થળે : આગ લાગતા ૫૦થી વધુ કર્મચારીઓને ઓફીસની બહાર કાઢવામાં આવ્યા : પૂર્વ વિદ્યાર્થીએ આગ લગાડી હોવાની શંકાએ સિકયુરીટી ગાર્ડે આ વિદ્યાર્થીને ઝડપી લીધો access_time 9:31 am IST