News of Saturday, 3rd February 2018

વિપક્ષી નેતા મોટરકારમાં કલેકટર કચેરીએ આવતા આચારસંહિતા ભંગઃ ભાજપનો આક્ષેપ

રાજકોટ : આજે વોર્ડ નં. ૪ની પેટાચુંટણીના ઉમેદવારોના ફોર્મ જુની કલેકટર કચેરી ખાતે ભરવામાં આવ્યા તે વખતે વિપક્ષી નેતા વસરામભાઇ સાગઠિયા તેઓને હોદ્દાની રૂએ મળેલ મોટરકાર લઇને કચેરીના કમ્પાઉન્ડમાં આવતા ભાજપના પદાધિકારીઓએ આ બાબતે વિપક્ષી નેતાએ આચારસંહિતાનો ભંગ થયાનો આક્ષેપ કરી અને રિટર્નીંગ ઓફિસર આ મુદ્દે નિયમ મુજબ વિપક્ષ સામે પગલા લ્યે તેવી માંગ ઉઠાવી છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ પ્રતિક્રિયા આપતા જણાવેલ કે, તમામ પક્ષે ચુંટણીપંચને માન આપવુ જોઇએ પરંતુ વિપક્ષી નેતા વસરામભાઇએ આચારસંહિતનો છડેચોક ભંગ કરી લોકશાહીને લાંછન લગાડયું છે. તસ્વીરમાં વિપક્ષી નેતાની મોટરકાર કચેરીના કમ્પાઉન્ડમાં પડેલી દર્શાય છે. ઇન્સેટમાં વિપક્ષી નેતા વસરામભાઇ સાગઠિયા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:03 pm IST)
  • રાજસ્થાન – મધ્યપ્રદેશ - ગુજરાતમાં પણ રિલિઝ થશે 'પદ્માવત': કરણી સેના તૈયારઃ મુંબઇઃ દુનિયાભરમાં બમ્પર કમાણી કરી રહેલી પદ્માવત હવે જયાં કરણી સેનાનો વિરોધ છે ત્યાં પણ રિલીઝ થશેઃ આ પ્રકારના સંકેતો સ્વયં શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાએ આપ્યો છેઃ એટલુ જ નહિ કરણી સેના તરફથી ભણસાલી પ્રોડકશનને ભરોસો અપાયો છે કે અમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતમાં વિરોધ નહી કરીએઃ આ બધુ કરણી સેનાએ એક પત્રના માધ્યમથી કહ્યુ છે access_time 11:57 am IST

  • પાકિસ્તાને દરિયામાંથી અપહરણ કરેલ માછીમારોની સંખ્યામાં વધારો : પાકમરીને ૮ બોટ અને ૪૨ માછીમારોને પકડી લીધા હોવાનું બહાર આવ્યુ : તમામ બોટ પોરબંદરની access_time 5:55 pm IST

  • યુપીઃ જીએસટી કમિશ્નરની લાંચ કેસમાં ધરપકડઃ જીએસટી કમિશ્નર સંસાર સિંહ, જીએસટી કમિશ્નર ઓફિસના ૩ કર્મચારી સહિત કુલ ૯ની ધરપકડ access_time 3:33 pm IST