Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ગોંડલના પાટીદારમાં સહદેવ ડાભી પર કોૈટુંબીક ભાઇ સહિતનો હુમલો

તું કેમ મારા બહેનના નણંદ સાથે વાતો કરે છે? કહી ડખ્ખો

રાજકોટ તા. ૩: ગોંડલના પાટીદાર ગામે રહેતાં અને શાકભાજીનો ધંધો કરતાં સહદેવ જોગરામભાઇ ડાભી (રાવળદેવ) (ઉ.૨૧)ને તેના કોૈટુંબીક ભાઇ હિતેષ ડાભી સહિત ત્રણ જણાએ સ્કોર્પિયોમાં ઘરે આવી છરી-પાઇપ-ધોકાથી માર મારતાં સારવાર માટે રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના પી.એન. ત્રિવેદી અને દિપસિંહે ગોંડલ જાણ કરી હતી.

 

સહદેવના કહેવા મુજબ હિતેષના બહેનની નણંદે મારી સાથે ફોનમાં વાત કરી હોઇ તે બાબતે મનદુઃખ રાખી તેણે ઘરે આવી કેમ વાતો કરે છે? કહી હુમલો કર્યો હતો.

(10:12 am IST)