Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

બાલમહોત્સવમાં ફોક ડાન્સ સ્પર્ધા

બાલભવન દ્વારા પ થી ૧૬ વર્ષ સુધીના બાળકો માટે યોજાયેલ બાલમહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં પાંચમાં દિવસે ફોક ડાન્સ- વેસ્ટર્ન ડાન્સ સ્પર્ધા યોજવામાં આવતા ધો.૧ થી પ ના ૫૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. મુખ્ય મહેમાન તરીકે હિમાંશુભાઇ પટેલ પ્રિન્સીપાલ શ્રી મોદી સ્કુલ, કિરીટભાઇ વ્યાસ ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ ઉપસ્થિત રહેલ. નિર્ણાયક તરીકે અમીષાબેન ભટ્ટ, લોચનબેન પારેખે સેવા આપેલ. સ્પર્ધાના પરીણામો જાહેર થતા પ્રથમ નંબરે દિપ રાયઠ્ઠઠા, દ્વિતીય જાનસી વાગડીયા, તૃતીય ઇવા ખરચલીયા, ચતુર્થ જીયા ત્રિવેદી અને પાંચમા ક્રમે આંચલ ભોગાયતા વિજેતા બનેલ. વિજેતા બાળકોને મહેમાનો અને નિર્ણાયકોના હસ્તે શિલ્ડ-મેડલ-ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા.

(3:34 pm IST)