Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

આકાશદીપ સોસાયટીમાં પોલીસમાં થયેલી અરજી પાછી ખેંચી લેવા પ્રશ્ને માધવીબેનને ધમકી

ફારૂક માજોઠી, શહેઝાદ ઉર્ફે ગોટીયો, સાજીદ ઉર્ફે ચીની, મહમદ શેખ અને આફતાબ રાઉમા સામે ગુનો

રાજકોટ તા ૩   :  શહેરના દૂધ સાગર મેઇન રોડ પર આવેલી આકાશદીપ સોસાયટીમાં પતિએ કરેલી પોલીસમાં અરજી પાછી ખેંચી લેવા બાબતે ખત્રી દંપતીને પાંચ શખ્સોએ ધમકી આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ દૂધ સાગર રોડ પર આવેલી આકાશદીપ સોસાયટી શેરી નં.૧૧,બ્લોક નં. એલ/૭૯,રૂમ નં.૪૬૦માં રહેતા માધવીબેન જયબહાદુરભાઇ ખત્રી (ઉ.વ.૩૨) બે દિવસ પહેલા પોતાના ઘરે હતા. ઘરપાસે રહેતા ફારૂક માજોઠી, શહેઝાદ ઉર્ફે ગોટીયો, સાજીદ ઉર્ફે મીની રાઉમા, મહંમદ શેખ અને આફતાબ રાઉમા સહીતે આવી જયબહાદુરભાઇ ખત્રીએ થોરાળા પોલીસ મથકમાં કરેલી અરજી પાછી ખેંચી લેવા બાબતે જયબહાદુરભાઇ ખત્રીને અને પત્ની માધવીબેનને ગાળો આપી દીકરીને ઉપાડી જવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે થોરાળા પોલીસ મથકના એ.એસ.આઇ. જી.એલ. વાસાણી તથા કિશોરભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:32 pm IST)