Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

ચારણ ગઢવી સમાજ દ્વારા સોનલ બીજ મહોત્સવની ધામધુમથી ઉજવણી : વિશાળ શોભાયાત્રા અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

રાજકોટ તા. ૨ : પરમ વંદનીય આઈશ્રી સોનલમાના ૯૬ માં જન્મોત્સવની સમસ્ત રાજકોટના ચારણ સમાજના ઉપકમે ખોડીયારનગર ગોંડલ રોડ ખાતે ધામધુમથી ઉજવણી કરાઇ હતી.

ખોડીયાર ગઢવી યુવક મંડળ દ્વારા આ વર્ષે માં જગદબાની બીજને ખોડીયારનગર ખાતે રપ વર્ષ પર્ણ થયા તેના સીલ્વર જયુબેલી મહોત્સવ ઉજવાયો હતો. પુર્વ સંધ્યાયે ભવ્ય લોકડાયરો રાખવામાં આવેલ. જેમાં કલાકારોશ્રી બ્રીજરાજ ગઢવી,  હકાભા ગઢવી, ખીમજીભાઈ ભરવાડ, વિશાલ બાટી (ગઢવી), હમીર ગઢવી, જનક ગઢવી વગેરેએ માં જગદંબાની દિવ્ય આરાધના કરી હતી. ડાયરાનું લાઇવ પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. ડાયરામાં પ્રમુખ સ્થાને પીયાવા ભીમોરા દરબાર શ્રી પ્રદિપભાઈ જીવાભાઈ ખાચર ઉપસ્થિત રહયા

માં જગદંબાના ૨પ વર્ષ બીજને પુર્ણ થયેલ હોય ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવેલ. જેનું પ્રસ્થાન રાજકોટના રાજવી નામદાર ઠાકોર શ્રી માંઘાતાસિંહજી જાડેજાના હસ્તે કરાવેલ. ચારણ બાળાઓએ નામદાર ઠાકોર સાહેબના સામૈયા કરી કંકુ તીલકથી સ્વાગત કર્યુ હતુ.

માતાજીની શોભાયાત્રા દિપાવવા રામપરાથી આઈશ્રી રૂપલમાં તેમજ કચ્છના ગઢશિશાના આઈશ્રી માયાઆઈ પધાર્યા હતા. ઉપરોકત કચ્છ વાગડથી પધારેલ ચારણ સંત દેવનાથ બાપુએ પણ આર્શીવચનો આપ્યા હતા. નાગલ નેસથી પધારેલ પરમ આઇશ્રી મનુઆઈમાંએ રાત્રીના ડાયરામાં આર્શીવચનો વરસાવ્યા હતા.

આઈ સોનલમાંની શોભાયાત્રામાં ૪ થી ૫ હજાર ચારણો, કાઠી ક્ષત્રીય સમાજ તેમજ રાજપુત કરણી સેનાના હોદેદારોએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતુ. સોનલમાના જયનાદથી વાતાવરણ ધર્મમય બની રહ્યુ હતુ. શોભાયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવેલ.

બપોરે શોભાયાત્રા ખોડીયારનગર ગોંડલ રોડ ખાતે વિરામ પામી હતી. સર્વ ભકતો માટે દુધ કોલ્ડીકસની વ્યવસ્થા ખોડીયારનગરના યુવાનો દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ માતાજીની આરતી કરીને પછી ચારણ જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનીત કાયા હતા. ૭૦ થી વધુ વિધાર્થીઓને સીલ્ડ સન્માન પત્ર સોનલમાના ફોટા, હરીરસ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

બપોરે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં આશરે ૪ થી પ હજાર માતાજીના ઉપાસક ચારણોએ લાભ લીધો હતો. મુખ્ય પ્રસાદ ધમેન્દ્રસિંહ સજુભા જાડેજા કુંતાશી હાલ જામનગર તરફથી આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ માટે રાજકોટના જુદા જુદા એરીયાના આગેવાનોની સમિતિ બનાવવામાં આવી હતી.

આ સમિતિના સર્વશ્રી પ્રકાશભાઈ કવલ, મનોજ પાલીયા, મહીપતભા ગઢવી, મુન્નાભા અમોતીયા,  ગીરીશભા લાંબા, સાંન્તુભા ફનડા, ભગવતભા સોયા, સુખદેવભાઈ બાદાણી, રાજવીરભા ગોખરૂ, સેહુલભા જામંગ, હેમરાજભા બાવડા, પ્રવિણભા વડગામા, હમીરભા ગઢડા, નીલેશ સાજકા, ભરતભા નાગૈયા, અમીત પાલીયા, સુભાષદાન શીંઢાયચ, શાપર વેરાવળના ધનરાજભા ગઢવી, દાનાભા ગઢવી વગેરએ જહેમત ઉઠાવી હતી.

ખોડીયારનગરના યુવાનો મહેશ બાવળા, કનુભા સાબા, સાંતીભા રતન, દેવરાજ બળદા, રવીભા ગોલ, લાલાભા રાબા, અજીતભા કવલ, સતીષભા વડગામા, રવીરાજ નાગૈયા, ભરતભા ધાંઘણીયા, હરેશભા વડગામા તથા મુળુભા ધાંઘણીયા, મનોજ ફનડા, હાર્દીક કવલ તેમજ ૮૦ થી ૯૦ ખોડીયારનગરના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. તેમ પ્રમુખ પ્રકાશભાઈ કવલ (મો.૯૩૨૮૪ ૬૮૯૦૦)ની યાદીમાં જણાવાયુ છે.

(11:33 am IST)