Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

રાજયમાં જીલ્લાવાર પ્રભારી અધિક સચિવ નાયબ સચિવ અને ઉપસચિવોની નિમણુંક

જામનગર, દ્રારકા અને જુનાગઢમાં હરિષ પ્રજાપતિ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, કચ્છમાં પ્રકાશ મકવાણાની નિમણૂંક, બોટાદમાં રાજેશ જોષી, ભાવનગરમાં નિર્સગ જોષી, અમરેલીમાં એચ.જે.રાઠોડ, પોરબંદરમાં અમૃત પરમાર અને ગીર સોમનાથમાં વી.બી. દેસાઇની ઉપસચિવ પદે નિયુકિત

રાજકોટઃ  રાજયમાં જીલ્લાવાર પ્રભારી અધિક સચિવ, નાયબ સચિવ અને ઉપસચિવોની નિમણુંક કરાઇ છે.

ગુજરાત રાજયના ૩૩ જિલ્લાઓની અસરકારક દેખરેખ અને નિયંત્રણ થાય તથા સરકારની નીતિઓનું યોગ્ય રીતે અમલીકારણ થાય તે સંદર્ભે મહેસુલ વિભાગના અધિક સચિવ, નાયબ સચિવ, ઉપસચિવોની વચ્ચે રાજયના ૩૩ જિલ્લાઓની વહેચણી કરી નીચે દર્શાવ્યા પ્રમાણે  પ્રભારી અધિક સચિવ, નાયબ સચિવ, ઉપસચિવોની નીમણુક કરવામાં આવે છે.

પ્રભારી અધિક/ નાયબ સચિવ / ઉપસચિવોએ પોતાના પ્રભાગ હસ્તકની બાબતો તથા મહેસુલ વિભાગના અન્ય પ્રભાગની અતિ મહત્વની બાબતોની સમીક્ષા જે તે જિલ્લાની મુલાકાત વખતે કરવાની રહેશે. દરેક પ્રભારી અધિક સચિવ / નાયબ સચિવ/ ઉપસચિવોએ માસિક ઓછામા ઓછી એક જિલ્લાની મુલાકાત લેવાની રહેશે અને ૧પ દિવસ અગાઉ તેની જાણ કરવાની રહેશે.

(11:44 pm IST)